હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલની  બે મોટી આગાહી

હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલની બે મોટી આગાહી

કાલ ઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. આગામી 48 કલાક  રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આગામી 48 કલાકમાં કેટલાક વિસ્તારોમા હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગૂજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડશે તો સાબરકાંઠા અને અરવલ્લીનાં વિસ્તારોમા ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો વરસાદની આગાહીનાં પગલે તંત્ર એલર્ટ પણ થઈ ગયું છે. જ્યારે રાજ્યમાં 3 દિવસ આકરી ગરમીને લઇને પણ આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભીમ અગિયારસનાં દિવસે શું વાવણી લાયક વરસાદ થશે? જાણો શું કહ્યું અંબાલાલ પટેલે

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયા કાંઠાના વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ રહેવાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે તારીખ 10 જૂન સુધીમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ સાથે રાજયમાં 10 જૂનથી નિયમિત ચોમાસું શરુ થવાની પણ આગાહી કરી છે.

આ પણ વાંચો: ખુશ-ખબર: ગુજરાતમાં આ તારીખે આવી રહી છે મેઘ મહેર; આજે ચોમાસું ક્યાં પહોંચ્યું?

3 જુલાઈના રોજ વરસાદની આગાહી કરી છે. આ સાથે મધ્ય ગુજરાતમા પણ વરસાદની આગાહી કરી છે. આ સિવાય ઉત્તર ગુજરાતના અરવલ્લી, ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ રહેવાની આગાહી કરી છે. સાથે જ દરિયા કિનારાનાં વિસ્તારોમા ચોમાસાં દરમિયાન 40 ઇંચ વરસાદ થવાની પણ આગાહી કરી છે.