નમસ્કાર મિત્રો, આજે અમે ખેડૂતો માટે ખુશ ખબર લઈને આવ્યા છીએ. ટૂંક જ સમયમાં હવે મેઘ સવારી આવી રહી છે. ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોમાં 8 તારીખ પછી પ્રિ મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ જશે. જે પ્રિ મોન્સૂન એક્ટિવિટી દરમિયાન વાવણી લાયક વરસાદ પણ ગુજરાતના અમુક ભાગોમાં જોવા મળી શકે છે. જોકે તે વિસ્તારો સીમિત હશે. જેથી કરીને ખેડૂતોએ ખેતીના કામો 8 તારીખ સુધીમાં પતાવી લેવા હિતાવહ રહેશે.
ક્યાં જીલ્લામાં, કઈ તારીખે આગાહી?
ગુજરાતમાં 6-7 અને 8 તારીખ દરમિયાન ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર જેવા જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ નજીકનાં જિલ્લા તો, દક્ષિણ ગુજરાતમાં મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર લાગુ બોર્ડર ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટા છવાયા વિસ્તારોમાં ભારે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. આ વરસાદ જ્યાં પડે ત્યાં કડાકા ભડાકા સાથે જોવા મળશે. વાવણી લાયક વરસાદ પણ હોય શકે છે.
આજે ચોમાસું ક્યાં પહોંચ્યું? 4 જૂન 2022ની અપડેટ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર અને મધ્ય બંગાળની ખાડીના થોડા વધુ ભાગો, સમગ્ર પૂર્વોત્તર રાજ્યો, અને પર્વતીય પશ્ચિમ બંગાળ અને સિક્કિમના ભાગોમાં આગળ વધ્યું છે. આવનાર દિવસોમાં મુંબઈ પછી ગુજરાતમાં પણ ચોમાસું પહોંચી જશે. સામાન્ય રીતે 15 જૂન આજુબાજુ ચોમાસું પહોંચતું હોય છે, જોકે આ વર્ષે 2-3 દિવસ વહેલું પહોંચી શકે છે, જો પરિબળો સારા રહ્યા તો.
શું અગિયારસ પહેલા વાવણી લાયક વરસાદ પડશે?
હાલમાં પરિવારો મુજબ શકયતા ઓછી જણાઈ રહી છે. જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં દરિયા કિનારાના વિસ્તારોમા ક્યાંક વાવણી થવી હોય તો થઈ શકે, બાકી વધારે શક્યતા નથી, કેમ કે અગિયારસ 10 તારીખે છે જે ચોમાસાનાં પરિબળ માટે વહેલા કહેવાઈ.