હવામાન વિભાગ દ્વારા અગાવ સામાન્ય વરસાદની આગાહી જણાવવામાં આવી હતી, પરંતુ હવે લો-પ્રેશર સક્રિય બનતાં આગાહીમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે ઘણા બધા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૨૪ કલાકમાં બંગાળની ખાડીની લો-પ્રેસર ગુજરાત નજીક સક્રિય બની 8 સપ્ટેમ્બર સુધીમાં મજબૂત ડિપ્રેશન કે વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાઈ જશે, જેમને કારણે અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 8થી 14 તારીખ સુધી મધ્યમથી ભારે વરસાદ પડશે તો કોઈક જગ્યામાં અતિભારે વરસાદ પડશે.
મંગળવાર સુધીમાં સિસ્ટમ બન્યાં બાદ 10 દિવસ વરસાદ આગાહી
મંગળવાર સુધીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનશે, ત્યાર પછી ગુજરાત રાજ્યમાં 15-૧૭ સપ્ટેમ્બર સુધી સારો વરસાદ પડી શકે છે. બંગાળની ખાડી માં-લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયા બાદ આઠ અને નવ તારીખે ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં નોંધાશે. ગુજરાતના અમુક ભાગોમાં Thunderstorm ની એક્ટીવીટી જોવા મળશે એટલે કે કડાકા-ભડાકા સાથે પણ વરસાદ જોવા મળશે.
લો-પ્રેશરનો ટ્રફ રાજસ્થાન, ઉત્તર મધ્યપ્રદેશ અને ગુજરાત ઉપર અને 8-9 તારીખ દરમિયાન જોવા મળશે. જે દરમિયાન અરબી સમુદ્રનાં ભેજવાળા પવનો અને અનુકૂળ વાતાવરણથી મોટો ટ્રફ બનશે, જેમને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છનાં અમુક ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે. જોકે 10 તારીખ પછી પણ 14-15 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે. - team Khissu
હવામાન વિભાગે આગામી 3 દિવસ ક્યાં કરી આગાહી?
૭ સપ્ટેમ્બરના રોજ તાપી, સુરત, વલસાડ, ગીર-સોમનાથ, દીવ, ડાંગ, નવસારી, ભાવનગર અને જામનગરમા વરસાદની આગાહી જણાવી છે. જોકે આઠ તારીખના રોજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નડિયાદ, મહેસાણા, પાટણમાં સારા વરસાદની આગાહી છે. જ્યારે 9 સપ્ટેમ્બરના રોજ મોરબી, રાજકોટ, ગીર-સોમનાથ, પાટણ, દ્વારકા, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠામાં વરસાદની ભારે શક્યતા છે.
અમદાવાદ જિલ્લામાં શું છે વરસાદ આગાહી?
ચોમાસુ ચાલુ થયું ત્યાર પછી અમદાવાદ જિલ્લામાં સીઝનનો માત્ર ૧૦ ઈંચ વરસાદ પડ્યો છે. અમદાવાદ જિલ્લામાં આ વર્ષે ૫૫ ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે. હાલ અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૨.૯ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૭ ડિગ્રી નોંધાઈ રહ્યું છે. જોકે હાલમાં વાદળછાયુ વાતાવરણ અમુક વિસ્તારોમાં જોવા મળે છે. જ્યારે આવતીકાલથી લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બનતા 14 તારીખ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી અમદાવાદ જિલ્લામાં છે. જેમાં સૌથી વધારે 8 અને 9 તારીખે ભારે વરસાદ અમદાવાદ જિલ્લામાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે.
વરસાદની ઘટ પૂર્ણ થશે.
ગુજરાતમાં એવરેજ માત્ર અઢી ઇંચ વરસાદ સાથે શ્રાવણ મહિનાની વિદાય થઈ છે. જોકે તેમ છતાં સરેરાશ ૪૧ ટકા વરસાદની ઘટ ગુજરાત રાજ્યમાં હજી નોંધાઇ રહી છે. આગામી અઠવાડિયે સારો વરસાદ પડતા વરસાદની ઘટ માં નોંધપાત્ર ઘટાડો થશે. તેમ છતાં આ વર્ષે ૨૫ ટકા વરસાદની ઘટ રહી જાય તેવું જણાઈ રહ્યું છે. કેમ કે આવનારા દિવસોમાં હવે ચોમાસુ વિદાય લેવાનું છે.