17 તારીખની અપડેટ મુજબ સૌરાષ્ટ્રમાં નોર્મલ વરસાદ કરતાં માત્ર 3 ટકા વરસાદની ઘટ રહી છે. જ્યારે ગુજરાત રિલિજિયનમાં 30 ટકા વરસાદની ઘટ હજી પડી રહી છે. સંપૂર્ણ ગુજરાતમાં 20% વરસાદ ઘટ છે. આગામી દિવસોમાં ફરીથી વરસાદ જોર વધશે તેવુ હવામાન વિભાગ દ્વારા જણાવામાં આવ્યું છે. ગુજરાતમાં 19-20 તારીખ દરમિયાન વરસાદનું પ્રમાણ વધશે: હવામાન
લો-પ્રેશરની આડકતરી અસર
બંગાળની ખાડીમાંથી તૈયાર થઈને મધ્યભારત ઉપર રહેલી લો-પ્રેશર (મીની વાવાઝોડું- જે હાલમાં નબળી પડતી જાય છે) સિસ્ટમ ધીમે-ધીમે ઉત્તર રાજસ્થાન તરફ જઇ રહી છે. જ્યારે રાજસ્થાન પર જશે ત્યારે ખૂબ જ નબળી અવસ્થામાં હશે. વેધર મોડલ મુજબ તે અવસ્થામાં ત્યાં એકાદ-બે દિવસ રહીને ફરીથી નીચે એટલે કે ગુજરાત બાજુ આવશે. ગુજરાતમાં ૨૦, ૨૧ અને ૨૨ તારીખ ના રોજ વરસાદ આપશે.
નબળી લો-પ્રેશર સિસ્ટમ જ્યારે ઉત્તર મધ્યપ્રદેશ, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાત નજીક આવશે ત્યારે ગુજરાતમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રની સાથે મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસાદની માત્રામાં વધારો થશે. જેમ અમે અગાઉ જણાવ્યું હતું તેમ વરસાદ રાઉન્ડ લાંબો ચાલશે.
લો-પ્રેશર સિસ્ટમ મજબૂત બની શકે છે.
છેલ્લે બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ આ વર્ષની સૌથી મોટી લો-પ્રેશર સિસ્ટમ હતી જે ડીપ-ડિપ્રેશન સુધી ગઈ હતી. હવે ફરીથી લો-પ્રેશરમાં કન્વર્ટ થઇ ચૂકી છે. આગળ લો-પ્રેશર માંથી વેલમાર્ક લો-પ્રેશર બદલી સામાન્ય હળવી સિસ્ટમ બની જશે. જોકે સિસ્ટમ ગુજરાત નજીક આવશે અને અનુકૂળ વાતાવરણ મળશે તો ફરીથી છેલ્લી સિસ્ટમની જેમ જ મજબૂત થઈ શકે છે. અને ફરીથી ઉત્તર-દક્ષીણ ગુજરાત, કચ્છ અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ આપી શકે છે.
હવામાન ખાતાએ પણ 19 તારીખથી વરસાદના વિસ્તારોમાં વધારો થશે તેવું જણાવ્યું છે. ત્યાં સુધી ગુજરાતમાં દરિયાકાંઠાનાં લાગુ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે. ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે-હળવા અને મધ્યમ ઝાપટા પડી શકે છે. અમે આગળ જણાવ્યું હતું તેમ ૨૫ તારીખ પછી ચોમાસું વિદાય લઈ શકે છે.
નોંધ: કુદરતી પરિબળો અને સિસ્ટમને આધારે આગાહીમાં ફેરફાર થઈ શકે છે. ખેતીના કામો માટે હવામાન વિભાગની વેબસાઈટને અનુસરો.