Gujarat monsoon weather report 2024: નમસ્કાર ગુજરાત આજથી રાજ્યમાં આદ્રા નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે, આદરા નક્ષત્રમાં ખેડૂતો જે રાહ જોતા હતા તે રાહ પૂર્ણ થશે. એટલે કે ખેડૂતો માટે હવે ખુશ ખબર આવી ગઈ છે.
ગુજરાત માટે અને ખેડૂતો માટે હવે મહત્વપૂર્ણ ખુશખબર આવી ગઈ છે કે હવે રાજ્યમાં વરસાદના સાર્વત્રિક રાઉન્ડની શરૂઆત થશે.
જોકે છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ધીમે ધીમે વાતાવરણ સુધરી રહ્યું છે ત્યારે આવતીકાલથી વધારે વાતાવરણ સુધરશે અને વરસાદના વિસ્તારોમાં વધારો થશે.
સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવનાર 3 જુલાઈ સુધી જોવા મળશે. એટલે કે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયાના દિવસો અને જુલાઈ મહિનાની 3 તારીખ સુધીમાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ જવાની આગાહી વેધર ડેટા પ્રમાણે દેખાઈ રહી છે.
આજથી વાતાવરણમાં પલટો આવશે અને 30 જૂન સુધીમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી જાય તેવા સંજોગ ઉજળા દેખાય રહ્યા છે.
ખેડૂતો માટે બીજી ખુશ ખબર પણ એ છે કે ત્રણ જુલાઈ પછી પણ વરસાદ ગુજરાતમાં ચાલુ રહેવાનો છે જોકે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ યથાવત રહેશે.
એટલે ખેડૂતો માટે ઉપરા ઉપરી ખુશખબર એ છે કે આવનાર દિવસોમાં વરસાદના રાઉન્ડ ચાલુ રહેશે અને ખેડૂતોને વાવણી લાયક સારો વરસાદ બધે મળી જશે.
હવામાન વિભાગે પણ ચોમાસુ આગળ વધવાની આગાહી જણાવી છે. આવનાર છત્રી કલાકમાં ચોમાસું જ્યાં સ્થિર છે ત્યાંથી થોડું આગળ વધશે.
ગુજરાતના જે ભાગોમાં હજી વાવણી લાયક વરસાદ નથી પડ્યો એ ખેડૂતો માટે ખુશ ખબર છે કે હવે આવનાર 7-8 દિવસમાં વાવણી લાયક સારો વરસાદ પડી જશે.
નોંધ- અહીં જે માહિતી જણાવવામાં આવી છે તે વેધર ડેટા મુજબ જણાવવામાં આવેલી છે ઓફિશિયલી માહિતી માટે હવામાન વિભાગની આગાહીને અનુસરવું.