Top Stories
khissu

નવી તારીખ લખી લો: ગુજરાત માંથી ચોમાસું ક્યારે વિદાઈ લેશે?

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું ધાર્યા કરતા ખૂબ જ નબળું રહ્યું છે. જોકે અમુક વિસ્તારોમાં છેલ્લા વરસાદને કારણે ચોમાસું સારું થશે પરંતુ હજી ઘણા વિસ્તારોમાં વરસાદની ઘટ નોંધાઈ રહી છે. છેલ્લાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ખેડૂતોના મનમાં એક પ્રશ્ન છે કે ચોમાસુ ક્યારે વિદાય લેશે?

ચોમાસું વિદાઈની તારીખ?
સામાન્ય રીતે ૧લી સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ ભારતમાંથી ચોમાસુ વિદાય લેતું હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસુ થોડું વધારે મોડું વિદાય લઈ શકે છે. આવનારા દિવસોમાં હજી પણ વેધર મોડેલો મુજબ બંગાળની ખાડીમાં સિસ્ટમો સક્રિય બની રહી છે. જેમને કારણે ભારત સહિત ગુજરાતમાં પણ આવનારા સાતથી-દસ દિવસ સુધી ચોમાસાની એક્ટીવીટી ચાલુ રહેશે. 

ગુજરાતમાં 7થી 14 ઓક્ટોબર દરમિયાન ચોમાસુ વિદાય લઇ શકે છે. 30 સપ્ટેમ્બર પછી ભારતમાં રાજસ્થાન માંથી ચોમાસા વિદાય માટેની તારીખ જાહેર થઈ શકે છે. જોકે ત્યાર બાદ ગુજરાતમાં સૌથી પહેલા કચ્છમાંથી ચોમાસુ વિદાય લેશે.  ગુજરાતમાં 10 ઓક્ટોબર પછી વરસાદની એક્ટિવિટી સાવ ઓછી થતી જાય તેવું જણાઈ રહ્યું છે પરંતુ ત્યાં સુધી છૂટો છવાયો હળવો વરસાદ જોવા મળશે.

ખાનગી સંસ્થા skymet અને હવામાન વિભાગ દ્વારા ચોમાસા વિદાય માટેની official કોઈપણ તારીખ જાહેર કરવામાં નથી આવી, કેમ કે મધ્ય ભારત સાથે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં પણ ચોમાસાની ગતિવિધિ વધારે એક્ટિવ છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં અપર એર સાઇક્લોનિક સિસ્ટમ અને અનુકૂળ વાતાવરણ બની રહ્યું હોવાને કારણે હજી કોઇ જાહેરાત કરવામાં નથી આવી. હવામાન વિભાગને ચોમાસા વિદાય માટેનાં પરિબળો જોવા મળશે ત્યારે જ ચોમાસા વિદાય માટેની ઓફિસિયલ તારીખ જાહેર કરવામાં આવશે.

સપ્ટેમ્બર મહિનામાં વરસાદ સંજોગ?
યુરોપિયન windy મોડેલ મુજબ બાકી રહેલ સપ્ટેમ્બર મહિનામાં બે લો-પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રીય બનશે. જેની સીધી અસર ગુજરાત પર ન થાય પરંતુ આડકતરી રીતે ચોમાસાની એક્ટીવીટી ચાલુ હોવાને કારણે છૂટો છવાયો વરસાદ ગુજરાતમાં ચાલુ રહી શકે છે. આવનારા દિવસોમાં હવે સાર્વત્રિક વરસાદને કોઈ સંભાવના રહેલ નથી.