પુનર્વસુ નક્ષત્ર પછી આવતી કાલથી પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે, સવારે 05:19 કલાક:મિનિટે ઉંદર વાહન સાથે પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે. 19 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી પુષ્પનક્ષત્ર જોવા મળશે. પુષ્પનક્ષત્ર પછી આશ્લેષા નક્ષત્ર ની શરૂઆત થશે. છેલ્લે પુનર્વસુ નક્ષત્ર પૂર્ણ થયું છે.
પુષ્ય નક્ષત્રમાં કેવો વરસાદ પડે?
છેલ્લે પુનર્વસુ નક્ષત્રમાં ગુજરાતમાં છુટા છવાયા વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે સારો વરસાદ નોંધાયો છે. જો કે જે રીતે આગાહીકારોની આગાહી હતી એમના કરતા ઓછો વરસાદ નોંધાયો છે, પરંતુ ગુજરાતના ૩૦થી ૪૦ ટકા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અને હજી પણ ચાલુ છે. જ્યારે પુષ્પનક્ષત્ર માં પણ છૂટોછવાયો વરસાદ પડતો હોય છે. તો આવનારા દિવસોમાં હજી પણ રેડા ઝાપટાંથી માંડીને છૂટોછવાયો વરસાદ જોવા મળશે.
પુષ્ય નક્ષત્ર બીજા કોની કોની આગાહી?
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ગુજરાતના છુટા છવાયા વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે જેમાં ખાસ કરીને અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ આગામી પાંચ દિવસ સુધી જોવા મળશે.
અંબાલાલ પટેલની આગાહી?
ગ્રહો અને નક્ષત્રોની ચાલ પરથી અંબાલાલ પટેલ આગાહી કરતા હોય છે. જેમની આગાહી મુજબ 20 તારીખ પછી પણ વરસાદનો રાઉન્ડ ચાલુ રહેશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી-અતિભારે વરસાદ પડે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે.
મિત્રો એવું કહેવાય છે કે પુનર્વસુ નક્ષત્રમાં જો ભારે વરસાદ પડે તો એમના પછીના પુષ્પનક્ષત્ર માં પણ ભારે વરસાદ પડતો હોય છે. પરંતુ પુનર્વસુ નક્ષત્રમાં કડાકા-ભડાકા સાથે છૂટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે તો એવી જ રીતે પુષ્પ નક્ષત્રમાં વરસાદ નોંધાઈ શકે છે.
આપને જણાવી દઇએ કે જો પુષ્પનક્ષત્ર માં સારો વરસાદ ન પડે તો તેમના પછીના આશ્લેષા નક્ષત્રમાં સારા વરસાદની રાહ જોવી કેમકે એ નક્ષત્રનું વાહન મોર છે અને બે ઓગસ્ટથી તે નક્ષત્ર ચાલુ થશે.