Top Stories
ક્રેડિટ કાર્ડના ઉપયોગ વખતે આ 4 ભૂલ ક્યારેય ન કરો, નહીં તો લાગી જશો ધંધે

ક્રેડિટ કાર્ડના ઉપયોગ વખતે આ 4 ભૂલ ક્યારેય ન કરો, નહીં તો લાગી જશો ધંધે

આજના જમાનામાં ક્રેડિટ કાર્ડ એક આવશ્યક વસ્તુ બની ગઈ છે, દરેક લોકો તેનો ઉપયોગ કરે છે. પછી તે વિદ્યાર્થી હોય કે ગૃહિણી હોય કે પછી વેપારી. ક્રેડિટ કાર્ડ દ્વારા ઘણી સુવિધા પણ પુરી પાડવામાં આવે છે. આજે  દેશના મોટા શહેરોથી માંડીને નાના શહેરોમાં તેનું ચલણ વધ્યું છે. હવે જો તમે તેનો યોગ્યસમજદારી સાથે ઉપયોગ કરો તો તે ફાયદાકારક છે. પરંતુ ક્રેડિટ કાર્ડનો બેજવાબદારભર્યો ઉપયોગ તમને દેવામાંડૂબાડી શકે છે. તો આવો જાણીએ તેનો ઉપયોગ કરવાની યોગ્ય રીત.

1. માત્ર મિનિમમ રકમની ચૂકવવી કરવી
જ્યારે કાર્ડધારકો માત્ર મિનિમમ એમાઉન્ટની ચૂકવણી કરે છે, ત્યારે તેમને લેટ પેમેન્ટ ચાર્જ કરવાની જરૂર નથી. ન્યૂનતમ રકમ એ ડ્યૂ યુઝર્સના આઉટ સ્ટેન્ડિંગ બિલનો એખ નાનો ભાગ (સામાન્ય રીતે 5 ટકા) હોય છે. જો કે, આનાથી તમારૂ દેવુ ઝડપથી વધી શકે છે કારણ કે દૈનિક ધોરણે ન કરવામાં આવેલ ચૂકવણી ફાઇનાન્સ ચાર્જિસ વસૂલવામાં આવે છે. નોંધનીય છે કે ક્રેડિટ કાર્ડ પર ફાઇનાન્સ ચાર્જ સામાન્ય રીતે વાર્ષિક 40 ટકાથી વધુ હોય છે.

2. ATM માંથી રોકડ ઉપાડો
ક્રેડિટ કાર્ડ દ્વારા ATMમાંથી રોકડ ઉપાડવાનું ટાળવું જોઈએ. ખરેખર, ક્રેડિટ કાર્ડમાંથી રોકડ ઉપાડવા માટે ક્રેડિટ અવધિ મળતી નથી. તમારા કાર્ડ પર જે વ્યાજ દર લાગુ થાય છે તે તમે એટીએમમાંથી પૈસા ઉપાડવાના દિવસથી શરૂ થાય છે.

3. સંપૂર્ણ ક્રેડિટ લિમિટનો ઉપયોગ કરવો
સંપૂર્ણ ક્રેડિટ કાર્ડ લિમિટનો ઉપયોગ કરવાનું ટાળો. આ તમારા ક્રેડિટ સ્કોરને અસર કરે છે. સામાન્ય રીતે, ક્રેડિટ કાર્ડ કંપનીઓ ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયોને 40 ટકાથી વધુના સ્તર પર થવાને દેવાનો સંકેત માને છે. વાસ્તવમાં, ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો (CUR) ક્રેડિટ સ્કોર પર મોટી અસર કરે છે. તમારો ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો તમે તમારા ક્રેડિટ કાર્ડનો કેટલો ઉપયોગ કરો છો તેના પર આધાર રાખે છે.

4. ઈન્ટરેસ્ટ ફ્રી પિરિયડ અનુસાર આયોજન ન કરવું
ઈન્ટરેસ્ટ ફ્રી પિરિયડ સામાન્ય રીતે 18-55 દિવસનો હોય છે. આ સમયગાળા દરમિયાન કરેલા ક્રેડિટ કાર્ડ લેણદેણ પર કોઈ ચાર્જ લાગતો નથી જ્યાં સુધી તમે સમયસર લેણાંની ચુકવણી કરો છો. મહત્તમ લાભ માટે તમારે ઈન્ટરેસ્ટ ફ્રી પિરિય અનુસાર તમારી ખરીદીનું આયોજન કરવું જોઈએ. તમારે તમારા બિલિંગ ચક્રની શરૂઆતમાં મોટી ખરીદી કરવી જોઈએ. આ સ્થિતિમાં તમે રકમની ચૂકવણી માટે વધુ વ્યાજમુક્ત દિવસો મેળવી શકો છો.