khissu

આગમી 3 કલાક ભારે પવન સાથે વરસાદ આગાહી, જાણો ક્યાં ક્યાં જીલ્લામાં?

નમસ્કાર ગુજરાત, આવનાર ત્રણ કલાકમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં ધોધમાર પવન સાથે વરસાદ વરસી શકે છે.

આજે હવામાન વિભાગે (IMD) જાહેર કરેલ આગાહીમાં જણાવવામાં આવ્યું હતું કે, આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ગઈ કાલે જણાવ્યું હતું કે 3 દિવસ વરસાદી માહોલ રહેશે.

ગઇકાલે સાંજે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, 30મેના સવારના 8.30 વાગ્યાથી 31 મેના સવારના 8.30 વાગ્યા સુધીમાં અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થવાની શક્યતા છે.