Top Stories
khissu

હવે પૈસા ટ્રાન્સફર કરવા નહીં જરૂર પડે ઈન્ટરનેટ

આજના ટેક્નોલૉજીકલ સમયમાં બેન્કોએ તેની સેવામાં ઘણી પ્રગતિ સાધી છે. આધુનિક ઇન્ટરનેટ સેવાનાં માધ્યમથી મિનિટોમાં જ મોટા મોટા મનીટ્રાન્સફરો બેન્કો દ્વારા પાર પડવામાં આવે છે. તેમ છતાં લોકોને પણ ઑનલાઇન પૈસા ટ્રાન્સફર કરવા વધુ સરળ લાગતા હોય છે કારણ કે તેનાથી તેમના સમયની પણ બચત થાય છે પરંતુ, ઇન્ટરનેટ સેવા દેશના દરેક ખૂણામાં મળી રહે તેવું જરૂરી નથી. તેથી આ સમસ્યાના નિવારણ અર્થે RBI લાવ્યું છે, 3 જાન્યુઆરી 2022ના રોજ ઇન્ટરનેટ વગર એટલે કે ઑફલાઇન મનીટ્રાન્સફર. તો ચાલો જાણીએ ઑફલાઇન પેમેન્ટ કરવાની સચોટ રીત...

AFA જરૂરી નથી
RBI દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઑફલાઇન ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે AFA એટલે કે એડિશન ફેક્ટર ઑફ ઑથેન્ટિકેશનની જરૂર પડશે નહીં, કારણ કે ચુકવણી ઇન્ટરનેટ વિના એટલે કે ઑફલાઇન થશે. તેથી શક્ય છે કે ગ્રાહકોને જે એસએમએસ અથવા ઈ-મેલ આવે છે તે થોડા સમય પછી આવે.

કઇ રીતે કરાશે આ પેમેન્ટ?
- સૌ પહેલાં તમારે તમારાં મોબાઇલમાં આવેલાં ડાયલર પેડની અંદર *99# ટાઇપ કરવું.
- ત્યારબાદ બેંકનું નામ લખવુ .
- જેથી તમારી સમક્ષ એક યાદી ખુલશે, તેમાં Send Money ઑપ્શન પસંદ કરવો.
- તેમાં ચૂકવણી કરવાની રાશિ દાખલ કરવી.
- પછી યુપીઆઇ પિન એન્ટર કરી Send ઑપ્શન પર ક્લિક કરો.
- આમ, ઉપરોક્ત પ્રક્રિયા દ્વારા તમે ઇન્ટરનેટ વગર, ઑફલાઇન પેમેન્ટ કરી શકશો.

શું હશે નિયમો અને શરતો? 
ઑફલાઇન વ્યવહારો માત્ર રૂ. 200 સુધી કરી શકાય છે. 
વ્યવહારોની મહત્તમ સંખ્યા 10 હશે. ઑફલાઇન ડિજિટલ પેમેન્ટ કરતી વખતે ઇન્ટરનેટ અથવા મોબાઇલ નેટવર્કની જરૂર રહેશે નહીં. ઑફલાઇન ચુકવણી કોઈપણ માધ્યમથી કરી શકાય છે, જેમ કે: ઈ-વોલેટ, મોબાઈલ અથવા કાર્ડ!