ડુંગળીના ભાવમાં ઘટાડો: 475 રૂપિયા ઊંચો ભાવ બોલાયો, જાણો આજના (28/11/2022) નાં બજાર ભાવો

ડુંગળીના ભાવમાં ઘટાડો: 475 રૂપિયા ઊંચો ભાવ બોલાયો, જાણો આજના (28/11/2022) નાં બજાર ભાવો

મિત્રો, ગરીબોની કસ્તુરી એટલે કે ડુંગળીની સીઝન હવે થોડાં સમયમાં શરૂ થઈ જશે. આમ ગણીએ તો નવી ડુંગળી માર્કેટ યાર્ડમાં ઠલવાવા પણ લાગી છે. પરંતુ ખેડૂતોને જોઈએ તેટલા ભાવ નથી મળતા.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ઉછાળો: શુ હવે ભાવ વધશે ? ભાવમાં ધટાડો થશે કે વધારો ? જાણો અહી

ખરીફ સીઝન પૂરી થયા બાદ ભાવનગર, ગોંડલ, મહુવા જેવા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થયું છે. ખેડૂતોને હવે ડુંગળીના કેવા ભાવ મળે તે જોવું રહ્યું.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ તારીખ 26/11/2022 ને શનિવારના રોજ  રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 4700 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 70થી 380 સુધીના બોલાયા હતાં. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 9152 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 81થી 465 સુધીના બોલાયા હતાં.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 22200 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 71થી 441 સુધીના બોલાયા હતાં. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 408 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 101થી 356 સુધીના બોલાયા હતાં.

આ પણ વાંચો: આવતા મહિને થઈ જશે 5 મોટા ફેરફાર, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 26/11/2022 ને શનિવારના રોજ  મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 2580 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 110થી 395 સુધીના બોલાયા હતાં.

ડુંગળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 26/11/2022 ને શનિવારના રોજ લાલ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 465 સુધીનો બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 395 સુધીનો બોલાયો હતો.

લાલ ડુંગળીના બજાર ભાવ:

 

 

તા. 26/11/2022 શનિવારના લાલ ડુંગળીના બજાર ભાવ
વિગતનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ70380
મહુવા81465
ભાવનગર140376
ગોંડલ71441
જેતપુર101356
અમરેલી100280
મોરબી100440
અમદાવાદ100400

સફેદ ડુંગળીના બજાર ભાવ:

 

તા. 26/11/2022 શનિવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
વિગતનીચા ભાવઉંચા ભાવ
મહુવા110395