રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે ભારતમાં મોંઘવારી વધી છે. હવે આ મોંઘવારીનો માર ખેડૂતો ઉપર પણ ચાલુ થઈ ચૂક્યો છે. થોડા દિવસો પહેલા ખાતરમાં ભાવ વધારો થશે તેવી માહિતી ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ રાજકોટમાં જણાવી હતી. જે મુજબ ગઈકાલે ખાતરના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે.
ખાતરમાં કેટલો વધારો?
DAP ખાતરમાં 150 રૂપિયાનો ભાવ વધારો, જ્યારે NPKમા 285 રૂપિયાનો વધારો થયો છે. નવા ભાવ વધારા સાથે DAPની બેગ 1350 રૂપિયામાં મળશે, જ્યારે NPKની બેગ 1470 રૂપિયા મળશે. નવા ભાવો એપ્રિલ મહિનાથી લાગુ.
ગુજરાતનાં ખેડૂતોનાં દેવા માફ અંગે કૃષિમંત્રીએ શું કહ્યું?
ગઈકાલે ભરાયેલ કૃષિ મિટિંગમાં કૃષિમંત્રી રાઘવજી પટેલને પૂછવામાં આવેલું કે ગુજરાતમાં ખેડૂતોનું દેવું માફ થશે કે કેમ? ત્યારે કૃષિમંત્રીએ દેવા માફ કરવા સંદર્ભે કહ્યું હતું કે " રાજ્યમાં ત્રિસ્તરીય ધિરાણ વ્યવસ્થા છે. ગ્રામ્ય સ્તરે પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળી, જ્યારે જિલ્લા કક્ષાએ મધ્યસ્થ સહકારી બેંક, અને રાજ્યકક્ષાએ રાજ્ય સહકારી બેંક. જે જે બેન્કો ખેડૂતોને ધિરાણ પૂરા પાડે છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ ટકા અને રાજ્ય સરકાર દ્વારા ચાર ટકા, એમ ટોટલ 7% વ્યાજમાં રાહત આપવામાં આવે છે. પાકધિરણ વિના વ્યાજે ખેડૂતોને મળે તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા હાલમાં કરવામાં આવેલું છે" આવી રીતે કૃષિમંત્રીએ દેવામાફને લઈને પોતાનો જવાબ જણાવ્યું હતો.
આ પણ વાંચો: તમારું PAN કાર્ડ સક્રિય છે કે નિષ્ક્રિય, જાણો કેવી રીતે જાણવું, અહીં વાંચો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
શું પશુ લાયસન્સ અને ટેગ લેવો પડશે?
થોડા દિવસથી રખડતા ઢોર અને પશુ રાખવા માટે લાયસન્સ લેવું પડશે અને Tag નંબર પણ લેવા પડશે તેવા અહેવાલો સોશિયલ મીડિયા માં ફરી રહ્યા છે. તો આપને જણાવી દઇએ કે ગુજરાત સરકાર એક નવું વિધયેક લાગુ કરવાની છે. આવી વિધેયકની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે કે પશુ પર ટેગ અને લાયસન્સ લેવું ફરજિયાત બનશે અને જે વ્યક્તિ નિયમ તોડશે એમને જેલ અથવા તો એક લાખ રૂપિયાનો દંડ પણ થશે.
શું છે પશુ વિધેયકમાં જોગવાઈ?
1) શહેરમાં પશુઓ રાખવા માટે લાયસન્સ લેવું પડશે.
2) મજરીથી રાખતા તમામ ઢોર માટે Tag નંબર લેવો પડશે.
3) કાયદાનો ભંગ કરશે તો એક વર્ષ જેલની સજા, ઓછામાં ઓછા પાંચ હજારથી ૨૦ હજાર સુધીનો દંડ.
4) લાયસન્સ મળ્યાના 15 દિવસમાં પશુઓ ને Tag લગાવવાનો રહેશે.
5) વિધેયક અમલમાં આવશે ત્યાર પછી ૯૦ દિવસમાં લાઇસન્સ ખરીદવું પડશે.
6) પ્રતિબંધ વિસ્તારમાં ઘાસચારા નું વેચાણ નહીં કરી શકાય, વેચાણ કરશે તો ૧૦થી ૫૦ હજાર સુધીનો દંડ.
આ પણ વાંચો: માર્કેટ યાર્ડ ખુલતાની સાથે જ ઘઉંનાં ભાવમાં વધારો, ઊંચો ભાવ 600 રૂપિયા, જાણો આજના બજાર ભાવ
આવી રીતે વિધાયકની અંદર ઘણી બધી જોગવાઈ કરવામાં આવેલી છે. જોકે હાલમાં માલધારી સમાજ અને વિપક્ષ પાર્ટી તેમનો ઉગ્ર વિરોધ કરી રહી છે. જો આ વિધેયક પસાર થશે તો આવનાર દિવસોમાં પશુ રાખનાર લોકો એ આટલા નિયમોનું પાલન કરવું પડશે.
આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે અને માહિતગાર બને માટે તમારા ફેસબુક અને WhatsApp group માં શેર કરો.
આ પણ વાંચો: આ 9 મોટા ફેરફારોની ભારે અસર પડશે તમારા ખિસ્સા પર