Top Stories
૧૦ વર્ષમાં પૈસા ડબલ કરવાની યોજના: પોસ્ટ ઓફિસની ૬ FD યોજના, યોજનામાં મળશે 6.5%થી વધુ વ્યાજ, બેંકોની FD કરતા વધુ, જાણો અહીં સંપૂર્ણ માહિતી

૧૦ વર્ષમાં પૈસા ડબલ કરવાની યોજના: પોસ્ટ ઓફિસની ૬ FD યોજના, યોજનામાં મળશે 6.5%થી વધુ વ્યાજ, બેંકોની FD કરતા વધુ, જાણો અહીં સંપૂર્ણ માહિતી

ભારતનો મધ્યમ વર્ગ બચત માટે પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ પર ખૂબ આધાર રાખે છે. માટે અહીં અમે તમને પોસ્ટ ઓફિસની કેટલીક એવી યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ, જેના પર 6.5%થી વધુ વ્યાજ મળે છે અને તે ઘણી બેંકોની FD કરતા પણ વધારે છે.

1) પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમમાં સૌથી વધુ લોકપ્રિય નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) છે. તે એક પ્રકારનું બોન્ડ છે કે જેના પર વાર્ષિક 6.8% વ્યાજ મળે છે, પરંતુ તે વ્યાજ બોન્ડની પાકતી મુદત પછી જ ચૂકવવામાં આવે છે. એનએસસીમાં માત્ર રૂ.1,000ની પ્રારંભિક રકમ સાથે રોકાણ કરી શકાય છે. તેની પાકતી મુદત 5 વર્ષની છે. પરંતુ જો તેને 72ના નિયમ મુજબ જોવામાં આવે તો NSCમાં રોકાણ કરાયેલા પૈસા બમણા થવામાં 10.7 વર્ષ લાગે છે.

આ પણ વાંચો: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા ફિક્સ્ડ ડિપોઝિટ અને પોસ્ટ ઑફિસ ફિક્સ્ડ ડિપોઝિટ પર આપવામાં આવતા વ્યાજ દરોમાં તમારા માટે કયો વિકલ્પ સારો છે? ચાલો જાણીએ.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાનાં ખાતાધારકો માટે ખુશ ખબરી, જાણો કેટલો ફાયદો થશે? BoBએ જાહેર કર્યા બદલાયેલા નવા દરો

2) ઊંચા વ્યાજને લીધે, પોસ્ટ ઓફિસનું કિસાન વિકાસ પત્ર (KVP) મધ્યમ વર્ગના લોકોમાં બચતનું સારું સાધન છે. સામાન્ય રીતે લોકો તેને પૈસા ડબલ કરવા માટે જ ખરીદે છે. તે 6.9% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ આપે છે. આ રીતે તેમાં રોકાણ કરેલા પૈસા 10.4 વર્ષમાં ડબલ થઈ જાય છે. વ્યક્તિ KVP માં ઓછામાં ઓછા રૂ 1,000 સાથે રોકાણ કરી શકો છો.

3) પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ મંથલી ઈન્કમ સ્કીમ (MIS) પણ ચલાવે છે. ગ્રાહકને તેના પર વાર્ષિક 6.6% વ્યાજ મળે છે, પરંતુ તે તેના ખાતામાં માસિક ધોરણે ચૂકવવામાં આવે છે. આ યોજનામાં રોકાણ રૂ. 1,000થી શરૂ થાય છે જેની મહત્તમ મર્યાદા એક ખાતામાં રૂ. 4.5 લાખ અને સંયુક્ત ખાતામાં રૂ. 9 લાખ છે.

4) પોસ્ટ ઓફિસ વરિષ્ઠ નાગરિકો માટે એક અલગ બચત યોજના SCSS ચલાવે છે. આમાં રોકાણ કરનાર વ્યક્તિને વાર્ષિક 7.4% વ્યાજ મળે છે અને વ્યાજ ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવે છે. 60 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ તેમાં નાણાંનું રોકાણ કરી શકે છે અને આ રોકાણની મહત્તમ મર્યાદા 15 લાખ રૂપિયા છે.

5-6) આ સિવાય લોકો પોસ્ટ ઓફિસમાંથી સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં રોકાણ કરવાની સુવિધા પણ લઈ શકે છે. તે અનુક્રમે 7.6% અને 7.1% વ્યાજ આપે છે. પીપીએફ ખાતાઓ માટે સરકારનું વ્યાજ સમયાંતરે બદલાતું રહે છે. સરકાર અન્ય બચત યોજનાઓ પરના વ્યાજમાં પણ ફેરફાર કરી શકે છે.

જો તમે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ પરના વ્યાજની તુલના બેંકોની એફડી સાથે કરો, તો મોટાભાગની બેંકોની એફડી પરનું વ્યાજ 2.5% થી 5.5% ની રેન્જમાં છે. એક્સિસ બેંક દ્વારા સૌથી વધુ વ્યાજ 5.75% છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે બેંકોની FD પર મહત્તમ વ્યાજ 6.5% છે. જ્યારે પોસ્ટ ઓફિસમાં તે 7% થી વધુ છે.

આ પણ વાંચો: ફ્કત 500 રૂપિયા જમા કરાવવા પર તમને પૂરા 10.45 લાખ રૂપિયા મળશે, તરત જ લાભ લો..