ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડની માં અન્નપૂર્ણા યોજના ફરી એક વખત ચાલુ કરવામાં આવી છે જેમાં ફોર્મ ભરી તમે NFSA રેશન કાર્ડ બનાવી શકશો અને એન.એફ.એસ.એ ના દરેક લાભો મેળવી શકશો.
માં અન્ન પૂર્ણા યોજનામાં ફોર્મ ક્યાં ભરવું?
નજીક આવેલ મામલતદાર કચેરી ખાતે ( તાલુકા વિકાસ અધિકારી કચેરી)
ફોર્મ પણ ત્યાંથી જ મળી રહશે.
કેટલાં પુરાવાની ( Documents ) જરૂર પડશે?
૧. આવકનો દાખલો જોડવો ( શહેરી વિસ્તારમાં મામલતદારશ્રી અને અને ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી )
૨. રેશનકાર્ડની ઝેરોક્ષ
3. તમામ સભ્યોના આધાર કાર્ડ
૪. રેશનકાર્ડમાં નામ હોય તેવા એક સભ્યની બેન્ક પાસબુકની ઝેરોક્ષ
૫. લાઇટબીલની ઝેરોક્ષ / ભાડાખતા
૬. પોતાના કે પિતાના નામે જમીન હોય તો ૮ - અ ની નકલ.
૭. જમીન ધરાવતા ન હોય તો રેવન્યુ તલાટી કમ મંત્રીશ્રીનો દાખલો.
૮. ચુંટણીકાર્ડની ઝેરોક્ષ.
કોણ કોણ ફોર્મ ભરી શકે?
અંત્યત ગરીબ અને પછાત વર્ગના લોકો.
જેમને પહેલા અનાજ મળતું હતું અને હવે નથી મળતું અથવા સરકારના નવાં ધારા-ધોરણો માં સમાવેશ થાય છે એવા લોકો.
રાજ્યના તમામ દિવ્યાંગ, ગંગા સ્વરૂપા બહેનો, વિદ્ધ પેન્શન સહાય યોજનાના લાભાર્થીઓ.
NFSA માં સમાવિષ્ટ ન હોય તેવા BPL પરિવારોનાં રેશનકાર્ડ ધારકો.
સામાન્ય વર્ગનાં રિક્ષાચાલકો, રોજનું કમાઈને રોજ ખાનારા વાહન ચાલકો.
બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકો પણ ફોર્મ ભરી શકશે.
થોડા મહિના પહેલા ગુજરાત સરકારે જાહેરાત કરી હતી એ અંતર્ગત નવા 10 લાખ પરિવારોનો સમાવેશ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ માં કરવામાં આવશે અને એ લોકોને એન.એફ.એસ.એ (NFSA) ના મળતા દરેક લાભો આપવામાં આવશે.
ફોર્મ ભરવાની પ્રક્રિયા 1લી ડિસેમ્બર 2020 થી આગામી બે મહિના સુધી ચાલે એવી શક્યતાઓ રહેલી છે એટલાં માટે વહેલી તકે ફોર્મ ભરી લાભ લેવા વિનંતી.
ફોર્મ ભર્યા બાદ નવાં ધારા ધોરણમાં તમારો સમાવેશ થતો હશે તો તમને નવું એન.એફ.એસ.એ ( National Food security Act) નું રેશનકાર્ડકાર્ડ બનાવી આપવામાં આવશે અથવા તો જુના રેશનકાર્ડ ઉપર એન.એફ.એસ.એ (NFSA) નો સિક્કો લગાવી આપવામાં આવશે અને ત્યાર પછી તમને ફરી ગુજરાત સરકારનુ રેગ્યુલર અનાજ મળતું થઇ જશે.
નવાં ધારા ધોરણોની official PDF Download કરવા Khissu ની Application પ્લે સ્ટોર માંથી download કરો.