Top Stories
khissu

ખેડૂતો આનંદો: આઇ ખેડૂત પોર્ટલ પર નવી યોજના શરૂ, મળશે 18 હજાર રૂપિયાની સહાય

ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનની મદદ લેવી પડે છે. જેથી સમય અને શક્તિની બચત થાય. આધુનિક ખેત ઓજારો મૂલ્યવાન હોય છે. પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી પર Government of Gujarat દ્વારા સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને ઈલેક્ટ્રીક મોટર ઓપરેટેડ ચાફ કટર અને એંજિન આધારે ચાલતા ચાફકટરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને ચાફ કટર સાધનની ખરીદી પર કેટલી સબસીડી મળે, કેવી રીતે અરજી કરવી તથા કયા-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ તેની માહિતી મેળવીશું.

ગુજરાત રાજ્યની આ સબસિડી યોજના છે. ખેડૂત મિત્રોને આ સબસીડી યોજના મુજબ લાભ આપવામાં આવશે. જેમાં જુદી-જુદી સ્કીમોનો લાભ આપવામાં આવે છે. ગુજરાતના સામાન્ય જ્ઞાતિના ખેડૂતો, અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલાઓ, નાના, સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે. જે નીચે મુજબ છે.
ચાફ કટર યોજનામાં અલગ-અલગ સ્કીમ માટે જુદી-જુદી સહાય આપવામાં આવે છે.
"ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ.૧૮,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે"

જરૂરી દસ્તાવેજ
1. લાભાર્થી ખેડૂતની જમીનની નકલ 7-12
2. લાભાર્થી ખેડુતની રેશનકાર્ડની નકલ (Ration Card)
3. ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
4. અનુસૂચિત જાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
5. અનુસૂચિત જનજાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
6. વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગતા હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
7. ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

તમે જો આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો ikhedut પોર્ટલ પર અરજી કરી શકો છો. અથવા તો તમારા ગામના VCE મારફત પણ અરજી કરાવી શકો છો.

તા 01/05/2023 થી 15/06/2023 સુધી તમે ઑનલાઇન પોર્ટલ પર અરજી કરી શકશો