Top Stories
khissu

દીકરીઓના લગ્ન માટે સરકાર આપે છે 51000 રૂપિયા,જાણો સંપૂર્ણ પ્રક્રિયા, લાભ કેવી રીતે મેળવવો

જ્યારે છોકરીની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોય ત્યારે આ યોજના માટે અરજી કરી શકાય છે. તેમજ જે છોકરાના લગ્ન થવાના છે તેની ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. એક પરિવારની બે છોકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના હેઠળ તમામ વર્ગના પરિવારની દીકરીઓને સામેલ કરવામાં આવી છે.

યોજનાની ત્રણ શરતો છે. પ્રથમ એ છે કે અરજદાર ઉત્તર પ્રદેશનો કાયમી નિવાસી હોવો જોઈએ. બીજી વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તાર માટે 46800 રૂપિયા અને શહેરી વિસ્તાર માટે 56400 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. ત્રીજી શરત એ છે કે અરજદાર ગરીબી રેખા નીચેનો વ્યક્તિ હોવો જોઈએ.

અરજદાર પાસે યુપીનું આધાર કાર્ડ હોવું જરૂરી છે. અરજદારે તેની આવકનું પ્રમાણપત્ર તેમજ લગ્ન કરનાર યુગલનું વય પ્રમાણપત્ર બતાવવાનું રહેશે.

અરજદારનું કોઈપણ સરકારી બેંકમાં ખાતું હોવું જોઈએ. આ સાથે તેઓ ગ્રાન્ટની રકમ સીધી બેંક ખાતામાં મેળવી શકશે. આ ખાતું માત્ર સરકારી બેંકમાં જ હોવું જોઈએ. જો અરજદાર OBC/SC/ST કેટેગરીના છે, તો તેની પાસે જાતિનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. અન્ય વર્ગો માટે જાતિ પ્રમાણપત્ર જરૂરી નથી.

સરકાર દ્વારા આપવામાં આવેલી રકમ અરજદાર તેની પુત્રીના લગ્ન થાય ત્યારે જ ઉપાડી શકશે. અરજી લગ્નના 90 દિવસ પહેલા અથવા 90 દિવસ પછી કરી શકાય છે.યોજનાનો લાભ લેવા માટે યુપી સરકારની વેબસાઇટ shadianudan.upsdc.gov.in પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વેબસાઈટના હોમ પેજ પર નવા રજીસ્ટ્રેશનના વિકલ્પ હેઠળ, તમારે જાતિ અનુસાર નીચે આપેલા વિકલ્પોમાંથી એક પસંદ કરવાનો રહેશે.