Top Stories
પશુઓ માટે ખાણદાણ સહાય યોજના: 250 કિગ્રા ખાણદાણ મળશે 100 ટકા લેખે સહાય

પશુઓ માટે ખાણદાણ સહાય યોજના: 250 કિગ્રા ખાણદાણ મળશે 100 ટકા લેખે સહાય

પશુપાલન અને ખેડૂત બન્ને એકબીજા સાથે જોડાયેલ છે. ખેડૂતોના વિકાસ માટે ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે. Agriculture cooperation department, Gujarat Government દ્વારા ikhedut portal બનાવેલ છે. આ પોર્ટલ દ્વારા ખેડૂત લક્ષી યોજના 2021 માહિતી આંગળીના ટેવરે મેળવી શકે છે. આ ખેડૂત પોર્ટલ પર ખેડૂત યોજના, ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ વગેરેની Online Application કરી શકે છે. જેમાં આ આર્ટીકલ દ્વારા પશુપાલનની યોજનાઓમાં અનુસુચિત જનજાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય યોજનાની માહિતી આપીશું.

ikhedut portal દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં વિવિધ સરકારી યોજનાઓના ઓનલાઈન અરજી કરવાના ચાલુ થયેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબની પ્રક્રિયા રહેશે.

સહાય: લાભાર્થિ દીઠ કુલ ૨૫૦ કિગ્રા ખાણદાણ માટે ૧૦૦% લેખે સહાય

જરૂરી દસ્તાવેજ:
1. પશુપાલક  પશુઓ ધરાવતો હોવો જોઈએ.
2. દૂધ મંડળી ખાતે સભાસદ હોવો જોઈએ.
3. રેશનકાર્ડની ઝેરોક્ષ
4. અનુસૂચિત જાતિ(એસ.સી) અને અનુસૂચિત જનજાતિ(એસ.ટી)નું પ્રમાણપત્ર (જો હોય તો)
5. વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (જો હોય તો)
6. પશુપાલકનું આધારકાર્ડ

ઘર બેઠા ફોર્મ કેમ ભરવું?
અરજદારે સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut’ ટાઈપ કરવાનું રહેશે.
જેમાં https://ikhedut.gujarat.gov.in/ Website Open કરવી.
Khedut website ખોલ્યા બાદ “Yojana” પર ક્લિક કરવું.
યોજના પર ખોલ્યા બાદ નંબર-2 પર આવેલી “પશુપાલન ની યોજનાઓ” ખોલવું.
“Pashupalan Yojana” Open કર્યા બાદ વિવિધ યોજનાઓ બતાવતી હશે.
જેમાં આપની જ્ઞાતિ અનુસાર “પશુપાલકોના પશુઓ માટે ખાણ ખરીદી પર સહાય” માં “અરજી કરો”
આગળ તમે રજીસ્ટર અરજદાર પશુપાલક છો? જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
પશુપાલકે રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કર્યા પછી Online Arji કરવાની રહેશે.
પશુપાલક લાભાર્થી i portal khedut પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Application કરવાની રહેશે.
પશુપાલક દ્વારા તમામ માહિતી ધ્યાનપૂર્વક ભર્યા બાદ Application Save કરવી.
લાભાર્થી દ્વારા પોતાની અરજીની વિગતો ચકાસીને Application Confirm કરવાની રહેશે. અરજી કન્‍ફર્મ થયા પછી અરજી નંબરમાં કોઈપણ પ્રકારનો સુધારો કે વધારો થશે નહીં.
પશુપાલક એપ્લિકેશનના આધારે Print મેળવી શકશે.

અરજી કરવાની તારીખ: તા 01/05/2022 થી 31/05/2022 સુધી