સાર્વજનિક ક્ષેત્રની બેંક પંજાબ નેશનલ બેંક તેના પગારદાર ખાતાના ગ્રાહકો કે જે કેન્દ્ર , રાજ્ય સરકાર , PSU , સરકારી-અર્ધ સરકારી , કોર્પોરેશન , MNCs , પ્રતિષ્ઠિત સંસ્થાઓ , પ્રતિષ્ઠિત કોર્પોરેટ , પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓના નિયમિત કર્મચારીઓ છે તેમને ઘણી બધી સુવિધા આપે છે. જો કે, કરાર આધારિત કર્મચારીઓના ખાતા આ પ્રકારો હેઠળ પાત્ર રહેશે નહીં.
ખાતાના પ્રકાર / ગ્રોસ વેતન પ્રતિ માસ/સ્કીમ કોડ :
Silver | Rs.10,000 & above upto Rs.25,000/- |
---|---|
Gold | Rs. 25,001 & above upto Rs.75,000/- |
Premium | Rs.75,001 & above upto Rs.150000/- |
Platinum | Rs.1,50,001 and above |
જો તમે PNB MySALARY એકાઉન્ટના ખાતાધારક છો તો તમે તમારા પરિવારને સુરક્ષિત કરવા માટે આકસ્મિક કવરેજ તરીકે રૂ. 20 લાખ મેળવવા માટે પાત્ર છો. આ યોજનાના ખાતાધારક છેલ્લા બે મહિનાના NET પગાર (ખાતામાં જમા થયેલ પગાર) @ RLLR + 3.70% વાર્ષિક વ્યાજ દરનું પ્રતિનિધિત્વ કરતી રકમ સુધીનો ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. આં અંગે PNB એ પોતાના ઓફીશીયલ એકાઉન્ટમાં ટ્વિટ કરીને પણ જણાવ્યુ છે.
બેંક તમામ પ્રકારના એકાઉન્ટ માટે 18.00 લાખનું વીમા કવચ વીમા કંપની પાસેથી લેશે, જો કે કેલેન્ડર ક્વાર્ટરમાં સતત બે મહિના માટે ખાતામાં પગાર જમા થતો હોય.HO: DBD દ્વારા સમયાંતરે જારી કરાયેલ વર્તમાન માર્ગદર્શિકા મુજબ ડેબિટ કાર્ડના ઉપયોગ માટે વીમા કવચની બાકીની રકમ પ્રદાન કરવામાં આવશે.
અહીં છે પર્સનલ એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ કવરની ગણતરી :
VARIANTS | PAI COVER |
---|---|
SILVER | Rs. 20 lakhs |
GOLD | Rs. 20 lakhs |
PREMIUM | Rs. 20 lakhs |
PLATINUM | Rs. 20 lakhs |
જો કે, ગ્રાહકોએ નોંધ લેવી જોઈએ કે, જો કેલેન્ડર ક્વાર્ટરમાં સતત ત્રણ મહિના સુધી પગાર જમા ન થાય તો એકાઉન્ટ સેવિંગ ફંડ જનરલમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને સિસ્ટમ દ્વારા તમામ મફત ઉપાડ કરી લેવામાં આવશે. ડેબિટ કાર્ડ હેઠળ ઉપલબ્ધ વીમા કવર વર્તમાન માર્ગદર્શિકા અનુસાર સંબંધિત HO વિભાગ દ્વારા અલગથી વહીવટ કરવામાં આવશે.