મિત્રો, હાલમાં મઘા નક્ષત્ર ચાલુ છે. મઘા નક્ષત્રની શરૂઆતમાં ગુજરાતનાં ઘણાં ભાગોમાં સારો વરસાદ પડી ચૂક્યો છે. હવે આગમી દિવસોમાં ફાલ્ગુની નક્ષત્ર ચાલુ થશે. તો જાણીશું ફાલ્ગુની નક્ષત્રમાં કેટલો વરસાદ પડશે?
ફાલ્ગુની નક્ષત્ર ક્યારે ચાલુ થશે?
ફાલ્ગુની નક્ષત્રમાં બે ભાગ હોય છે પૂર્વ ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રને પુરબા નક્ષત્ર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. દરેક વર્ષોની સરખામણીમાં પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં ભારે વરસાદ પડતો હોય છે.
પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત 30-8-2021 ના રોજ સોમવારે 09:21 મિનિટ ચાલુ થશે. ફાલ્ગુની નક્ષત્રનું વાહન દેડકો છે. દેડકાનું વાહન વરસાદના જોગ ઊભા કરે. આ નક્ષત્રમાં મેઘગર્જના સાથે વરસાદ પડશે. નક્ષત્રની શરૂઆતમાં નદી-નાળા છલકાઈ જાય તેવા પણ યોગ બની રહ્યા છે.
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પણ સારા વરસાદના સંજોગ આ વર્ષે જણાઈ રહ્યા છે. વેધર ચાર્ટમાં ઘણાં ફેરફારો થઇ રહ્યા છે. જે મુજબ સારો વરસાદ ગુજરાતમાં પડશે. મઘા નક્ષત્રના બાકી રહેલ દિવસોમાં હવે કોઈ સારા વરસાદનાં સંજોગ જણાતાં નથી.
અંબાલાલ પટેલ દ્વારા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ આગાહી?
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને ફરી આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં વહન સક્રિય બનતાં મધ્ય ભારત સહિત ગુજરાતમાં વરસાદની આગાહી જણાવી છે.
1) હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ફરીથી ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે.
2) બંગાળના ઉપસાગરનું વાહન સક્રિય થયું છે. ૨૯ ઓગસ્ટથી દેશના મધ્ય ભાગમાં ચોમાસુ સક્રિય થશે.
3) સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં દેશના ૯૦ ટકા વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
4) ૨૯ ઓગસ્ટથી રાજ્યના હવામાનમાં પલટો આવશે ત્યાર પછી 6 સપ્ટેમ્બરથી મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડશે.
5) ઉત્તર ગુજરાતમાં ૩૦ અને ૩૧ ઓગસ્ટે હવામાનમાં પલટો આવશે. 3થી 10 સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.
6) ૭થી ૯ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના જોવાઇ રહી છે.
7) 30-31 તારીખે પંચમહાલ વડોદરા અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
8) સૌરાષ્ટ્રમાં ઓગસ્ટ મહિનાનાં અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં સારો વરસાદ પડશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા નવી વરસાદ આગાહી?
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આવનાર ૩ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નથી. ત્યાર પછી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બનતાં રાજ્યમાં વરસાદ નું જોર વધશે. હવામાન વિભાગના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે.
30-31 તારીખે દક્ષિણ: હવામાન વિભાગે 30 અને 31 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદના 3 રાઉન્ડ પૂર્ણ થવા છતાં પણ વરસાદની ઘટ નોંધાઈ રહી છે. વરસાદનાં પડતાં હાલમાં દુષ્કાળની સ્થિતિ અને જળસંકટ નીતિ સેવાઈ રહી છે. ગુજરાતનાં 98% ડેમોમાં હવે ૩૫ ટકા જ પાણી બચ્યું છે. સારો વરસાદ નહીં પડે તો ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન કરી શકે છે.
વેધર ચાર્ટ મુજબ આગાહી?
અમારા એનાલિસિસ મુજબ વેધર ચાર્ટમાં છેલ્લા ચાર-પાંચ દિવસમાં ઘણોબધો ફેરફાર થઈ ગયો છે. હાલમાં એટલે કે ૨૮ તારીખની અપડેટ મુજબ બંગાળના સમુદ્રમાં એક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બની ચૂકી છે. જે લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતમાં 30 તારીખથી ચાલુ થઇ જશે. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં ત્યાર પછી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં ચાલુ થશે. આવનાર દિવસોમાં વરસાદનો રાઉન્ડ દસથી-બાર દિવસ સુધી ચાલુ રહેશે.
બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમની અસર હજી ગુજરાતમાં પૂર્ણ નહીં થાય ત્યાં નવી લો-પ્રેશર સિસ્ટમ ચાર-પાંચ તારીખમાં બનવાના સંજોગો છે. જે લો-પ્રેશર સિસ્ટમની અસર પણ ગુજરાતમાં સાત તારીખથી જોવા મળી શકે છે.13-14 તારીખ સુધી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલુ રહેશે તેવું પૂર્ણ શકયતાં જણાઈ રહી છે. આગામી દિવસોમાં વધારે માહિતી અમે Khissu ની Application માં જણાવતાં રહીશું માટે તમે Khissu ની Application ડાઉનલોડ કરી લેજો.