'' જો વર્ષે પૂર્વા તો લોકો બેસે ઝુરવા ''
આવતી કાલથી રાજ્યમાં પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થશે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનું વાહન દેડકો છે. જન્માષ્ટમીની રાતે 09:21 કલાકે નક્ષત્રની શરૂઆત થશે. 30 ઓગસ્ટ થી 12 સપ્ટેમ્બર સુધી આ નક્ષત્ર ચાલશે. કહેવાય છે કે દેડકાને પાણી વધારે ગમતું હોય છે. માટે આ નક્ષત્રમાં વરસાદ પડવાની સંભાવનાઓ વધારે હોય છે.
ફાલ્ગુની નક્ષત્રમાં પૂર્વાફાલ્ગુની અને ઉત્તરાફાલ્ગુની નો સમાવેશ થાય છે. દર વર્ષની સરખામણીમાં ફાલ્ગુની નક્ષત્રમાં ભારે વરસાદ પડતો હોય છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રને પૂરબા નક્ષત્ર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં દેડકાનું વાહન વરસાદના સંજોગો ઉભા કરે તેવું જણાઈ રહ્યું છે. મેઘગર્જના સાથે નદી-નાળા છલકાઈ જાય તેવો વરસાદ પડે તેવી શક્યતાઓ આ વર્ષે જણાઈ રહી છે.
આવતી કાલથી વરસાદ રાઉન્ડ ચાલુ થશે.
અમે છેલ્લાં ઘણાં દિવસોથી જણાવીએ તે મુજબ ચાર્ટ સારા જ છે. હાલ લોો-પ્રેશર સિસ્ટમ ઓડિશાના દરિયાકાંઠે છે. અને ધીમે-ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. જેમની અસરથી મુખ્ય વરસાદ આવતીકાલથી જ શરૂ થઈ જશે.
આવતી કાલે 30 તારીખે મધ્ય પૂર્વ ગુજરાત, લાગુ ઉત્તર પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારો માં વરસાદ ચાલુ થઈ શકે તો અમુક વિસ્તારોમાં સારો વરસાદ પણ પડી જાય તેવી પૂરી શક્યતા છે. આ ઉપરાંત લાગુ ઉત્તર અને પૂર્વ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે.
31 અને 1 તારીખે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો તેમજ મધ્ય પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા છે. બીજી બાજુ ઉત્તર સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારો માં પણ સારા વરસાદની શરૂઆત થઈ શકે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ શરૂ થઈ શકે. સાથે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ મધ્ય અને પૂર્વ સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શકયતા જોવાઇ રહી છે.
2 અને 3 તારીખે પણ સૌરાષ્ટ્ર ના મોટાભાગ વિસ્તારો (પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્ર સહિત), મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં મોટાભાગના વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ કોઈ કોઈ જગ્યાએ સારા વરસાદની શક્યતા રહશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત અને લાગુ ઉત્તર ગુજરાત માં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ શકયતાં છે
નોંધ: કુદરતી પરિબળો અને ચોમાસું હોવાથી આગાહીમાં થોડો ફેરફાર થઈ શકે છે. ખેતી ના કામો માટે હવામાન વિભાગની આગાહીને અનુસરવું.