ગઈ કાલે કોઈ ભારે સિસ્ટમ કે ટ્રફ વગર લોકલ અસ્થિરતાને કારણે ગુજરાતનાં અમુક જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે. જે વરસાદને પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કહેવામાં આવે છે. બપોર પછીના સમયગાળા દરમિયાન આ વરસાદ પડતો હોય છે. આવનાર 4-5 દિવસ હજી આવીજ સંભાવના બનેલ રહેશે અને વરસાદ આવ્યા કરશે. ગઈ કાલે અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.
શું કહે છે 8થી 14 જૂન સુધીની આગાહી?
આવનાર વીક દરમિયાન ગઈ કાલે સર્જાયેલ એક્ટિવિટી જળવાઈ રહેશે. જોકે આમાં ઉત્તરોત્તર વધારો થતો જશે. જેમાં સૌથી વધુ લાભ સોરઠ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને મળશે. આ જિલ્લાના અમુક વિસ્તારોમાં સારો વાવણી લાયક વરસાદ પણ પડી જશે. એક તારણ મુજબ છૂટા છવાયા વત્તા ઓછા પ્રમાણમાં હવે વરસાદ પડતો રહેશે અને વાવણી પણ દરેક વિસ્તારોમાં થઈ જશે. ક્યારે કોનો વારો આવે પાકું કહી શકાય તેમ નથી. જોકે બે તબક્કામાં પણ વાવણી થઈ શકે છે.
આ પણ વાંચો: રામજીભાઈ કચ્છી દ્વારા આવતી 13 તારીખ સુધીની મોટી વરસાદ - પવન - વાવણીની આગાહી
હાલમાં કયું નક્ષત્ર ચાલે છે? આગાહી? આજથી (08/06/2022) નક્ષત્ર બદલાયું છે. આજથી મૃગશીર્ષ નક્ષત્ર ની શરૂઆત થઈ છે. આજે 12.40 થી સૂર્યનું પરિભ્રમણ મૃગશીર્ષ નક્ષત્રમાં થયું છે. આ નક્ષત્ર 21/06/2022 સુધી ચાલશે. મૃગશીર્ષ નક્ષત્રનું વાહન ગધેડો છે. આ નક્ષત્રમાં કડાકા-ભડાકા સાથે જે વિસ્તારોમાં વરસાદ પડે ત્યાં વાવણી લાયક વરસાદ પણ પડી જતો હોય છે. સામાન્ય રીતે બપોર પછી વરસાદની એક્ટિવિટી નોંધાતી હોય છે.
આ પણ વાંચો: આજથી નક્ષત્ર બદલાયું/ મૃગશીર્ષ નક્ષત્રમાં કયું વાહન, લોકવાયકા? તોફાની પવન સાથે વરસાદ આગાહી ક્યાં?
અરબી સમુદ્ર કેટલી મજબૂત? અરબી સમુદ્ર ગુજરાત નજીક હોવાથી સારા વરસાદ માટે તેમના પરિબળ જોવા ખૂબજ જરૂરી છે. હાલમાં દક્ષિણ અરબી સમુદ્રમાં કોઈ ખાસ મોટી સિસ્ટમ છે નહીં. જ્યારે મોટી સિસ્ટમ-ટ્રફ બનશે અને ગુજરાત નજીક આવશે ત્યારે ગુજરાતમાં ખૂબજ સારો વરસાદ પડશે અને હવામાન વિભાગ officiall ચોમાસાની આગાહી કરશે. ત્યાં સુધી જે વરસાદ પડશે તેમને પ્રિ-મોન્સૂન વરસાદ ગણવામાં આવશે.
શું વાવાઝોડું આવશે? આવનાર 10 દિવસ દરમિયાન કોઈ વાવાઝોડાની શકયતાં નથી એટલે ડરવું નહીં. શરૂઆતનો વરસાદ છે એટલે પવન સાથે વરસાદ હોય શકે છે પણ વાવાઝોડું આવવાનું નથી.
નોંધ: આ અમારું weather ડેટા મુજબ અનુમાન છે. વરસાદ અને વાવાઝોડાની આગાહી માટે હવામાન વિભાગને અનુસરવું.