Top Stories
khissu

વરસાદ એલર્ટ: ગુજરાતમાં ભારે વરસાદને લઈને મોટી મોટી આગાહી, જાણો કઈ તારીખે, ક્યાં?

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું હતું કે પુનર્વસુ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો પાકને નુકસાન થઈ શકે છે. 13થી 20 જુલાઈ દરમિયાન અતિવૃષ્ટિની આગાહી અંબાલાલ કાકાએ કરી છે. સાથે જણાવ્યું છે કે પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ પડે તો તેમના પછીના પુષ્પ નક્ષત્રમાં વરસાદ પડતો જ હોય છે. આવનારા દિવસોમાં બંગાળના ઉપસાગરઓ અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે જેમને કારણે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી રહેલી છે.

અંબાલાલ કાકાની નવી નકોર આગાહી?
1) 11 અને 12 જુલાઈ દરમિયાન ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થશે.

2) 13થી 20 જુલાઈ દરમિયાન રાજ્યભરમાં અતિવૃષ્ટિ થશે.

3) 13થી 20 જુલાઈ દરમિયાન ૩થી 15 ઇંચ વરસાદ પડવાની સંભાવના છે.

4) દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે.

5) પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ પડે તો પુષ્પ નક્ષત્રમાં વરસાદ પડતો હોય છે. એટલે કે ૨૦ જુલાઇ પછી પણ વરસાદની શક્યતાઓ રહેલી છે.

6) ઉત્તર ગુજરાતમાં 4ઇંચ થી વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

હાલમાં પુનર્વસુ નક્ષત્ર ચાલી રહ્યું છે પુનર્વસુ નક્ષત્રના છેલ્લા દિવસો દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે અને અંબાલાલ કાકા ની આગાહી મુજબ અતિવૃષ્ટિ પણ થઈ શકે છે જો પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ પડે તો પુષ્પ નક્ષત્રમાં વરસાદ પડતો જ હોય છે. પુનઃવર્ષુ નક્ષત્રનું પાણી ખેતીના પાકોને નુકસાન પહોંચાડે છે તો એના ઉપર પુષ્પ નક્ષત્રમાં હળવો વરસાદ થાય તો ખેડૂતોના પાકને ફાયદારૂપ થઈ શકે.

14 થી 16 જુલાઈ દરમિયાન અરબી સમુદ્રમાં હળવું દબાણ.
હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે ૧૪ થી ૧૬ જુલાઇ દરમિયાન અરબી સમુદ્રમાં હળવું દબાણ સર્જાશે જેમને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. આવતી કાલથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સર્જાશે.

વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી?
આવનાર ૨૪થી ૪૮ કલાકમાં ચોમાસુ ગુજરાત રાજ્યમાં સક્રિય બનશે અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે અશોકભાઈ પટેલે ૧૦ થી ૧૭ જુલાઇ સુધીની આગાહી કરી છે. જે દિવસો દરમિયાન સારો વરસાદનો રાઉન્ડ જોવા મળશે. જેમાં ગુજરાત-સૌરાષ્ટ્રનાં ૭૫ ટકા વિસ્તારોમાં હળવો, મધ્યમ, ભારે અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે એ સિવાયના વિસ્તારોમાં હળવો મધ્યમ અને ભારે વરસાદ જોવા મળે શકે છે. 18થી 22 જુલાઇ દરમિયાન પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.

Skymet ખાનગી સંસ્થાની આગાહી?
ભારતની ખાનગી સંસ્થા સ્કાયમેટે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આવનાર એકથી બે દિવસમાં ગુજરાતના વાતાવરણમાં ભારે બદલાવ જોવા મળશે. ગુજરાતના ઘણા એવા વિસ્તારો હશે કે જેમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં સુરત, વાપી, વલસાડ, ડાંગ, પંચમહાલ જેવા જીલ્લામાં. અમદાવાદ-ગાંધીનગર-મોરબીમાં મધ્યમથી ભારે વરસાદ. સાબરકાંઠા, બનાસકાંઠા, ભુજ, નલિયા જેવા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે, બાકીના વિસ્તારોમાં મધ્યમ હળવો વરસાદ જોવા મળશે.

ગુજરાતમાં આવનાર અઠવાડિયું ખૂબ જ ભારે હશે. ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે. આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા પણ એલર્ટ જાહેર કરવામાં આવી શકે છે.