Top Stories
khissu

વરસાદ એલર્ટ: બે લો પ્રેશર સિસ્ટમ સક્રિય, ભારે થી અતિભારે વરસાદ આગાહી, જાણો ક્યાં?

છેલ્લા કેટલાક દિવસોથી નિષ્ક્રિય બનેલું ચોમાસું હાલમાં સક્રિય બન્યું છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતના રાજ્યો સાથે ગુજરાતમાં પણ છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં એક એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બન્યા છે. આ બંને લો પ્રેશરની અસર ગુજરાત ઉપર જોવા મળી રહી છે. લો પ્રેશરની અસરને કારણે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. 

અરબ સાગરમાં બનેલી લો-પ્રેશર સિસ્ટમ?
હાલમાં અરબ સાગરમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ મુંબઈ અને સૌરાષ્ટ્ર વચ્ચે સ્થિત છે. જે આવનાર ૨૪ કલાકમાં આગળ વધશે અને દક્ષિણ-પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠા નજીક પહોંચશે. જ્યારે આ સિસ્ટમ દરિયાકાંઠાના વિસ્તારો નજીક પહોંચશે ત્યારે ગાજવીજ સાથે ભારે વરસાદ આપીશે. અરબી સમુદ્રમાં બનેલી આ લો પ્રેશર સિસ્ટમની સૌથી વધારે અસર દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભયંકર ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. આ સિવાય ગુજરાત રાજ્યના બીજા વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે.

બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ?
હાલમાં બંગાળની ખાડી માં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ રહી છે જેમની દિશા પણ ગુજરાત તરફ છે. આ લો-પ્રેશર સિસ્ટમનો ટ્રફ-ભેજવાળા પવનો ગુજરાત સુધી જોવા મળશે. જેમને કારણે ગુજરાતમાં આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા જ હવામાન વિભાગે કરી આગામી 24 કલાક સુધી ભારે વરસાદની આગાહી.
અરબી સમુદ્રમાં હળવું દબાણ તૈયાર થવા ને કારણે હવામાન ખાતાએ આગામી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 

મંગળવારે ક્યાં ક્યાં જિલ્લામાં ભારે વરસાદ આગાહી?
ડાંગ, તાપી, અમરેલી, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી છેે.જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને જૂનાગઢ માં ભારે વરસાદ આગાહી છે. 

બુધવારે કયા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી?
દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, અરવલ્લી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતાઓ છે.

અંબાલાલ પટેલે પણ કરી હતી આગાહી?
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં બંગાળના ઉપસાગરઓ અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે જેમને કારણે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી રહેલી છે.

અંબાલાલ કાકાની નવી નકોર આગાહી?
1) 11 અને 12 જુલાઈ દરમિયાન ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થશે.

2) 13થી 20 જુલાઈ દરમિયાન રાજ્યભરમાં અતિવૃષ્ટિ થશે.

3) 13 થી 20 જુલાઈ દરમિયાન ૩થી ૧૫ ઇંચ વરસાદ પડશે. 

4) દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે.

5) પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ પડે તો પુષ્પ નક્ષત્રમાં વરસાદ પડતો હોય છે. એટલે કે ૨૦ જુલાઇ પછી પણ વરસાદની શક્યતાઓ રહેલી છે.

6) ઉત્તર ગુજરાતમાં ચાર ઇંચથી વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

દરેક આગાહીકારો ની આગાહી મુજબ ગુજરાતના વાતાવરણમાં છેલ્લા ચાર દિવસથી પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની ઓફિસિયલ વેબસાઈટ મુજબ ગઈકાલે ગુજરાતના 72 તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો. વેધર ચાર્ટની જાણકારી મુજબ આવનાર 20 તારીખ સુધીમાં ગુજરાતના સમગ્ર વિસ્તારમા વરસાદ જોવા મળી જશે.