Top Stories
khissu

જુલાઈમાં મેઘરાજાની મહેર / બે નક્ષત્રોમાં વરસાદ, વાવાઝોડું, અંબાલાલ પટેલ, વર્ષા વિજ્ઞાનની આગાહી વગેરે...

ગુજરાતમાં જૂન મહિનામાં 60% ભાગોમાં વાવણી લાયક વરસાદ નોંધાય ચૂક્યો છે. Skymet ખાનગી સંસ્થાનાં અહેવાલ અનુસાર ધાર્યા કરતાં જૂન મહિનામાં 11% વધારે વરસાદ પડ્યો છે. તેમ છતાં ગુજરાતનાં ઘણાં એવાં વિસ્તારો છે કે જ્યાં હજી વાવણી લાયક વરસાદ નોંધાયો નથી તેમની માટે વરસાદને લઈને અહીં ખાસ માહિતી આપેલ છે. 

જુલાઈ મહિનામાં કેટલા નક્ષત્ર જોવા મળશે? કેટલો વરસાદ? 
જુલાઈ મહિનામાં બે નક્ષત્ર જોવા મળશે, જેમાંનું એક નક્ષત્ર હશે પુનર્વસુ અને એક નક્ષત્ર હશે પુષ્પ. પુનર્વસુ નક્ષત્ર ની શરૂઆત ૫ જુલાઇના રોજ 05:19 કલાક/મિનિટે થશે તેમનું વાહન ઉંદર હશે. જ્યારે પુષ્પ નક્ષત્રની શરૂઆત ૧૯ જુલાઈના રોજ સવારે 04:46 કલાક/મિનિટે થશે. પુષ્પ નક્ષત્રનું વાહન ઘોડો હશે.

પુનર્વસુ નક્ષત્રમાં પવન સાથે વરસાદ જોવા મળે જ્યારે પુષ્પ નક્ષત્રમાં છૂટોછવાયો વરસાદ જોવા મળે છે. હાલમાં આદ્રા નક્ષત્ર ચાલી રહ્યું છે જેમાં કડાકા ભડાકા સાથે છૂટો છવાયો વરસાદ જોવા મળતો હોય છે.

વાવાઝોડું જુલાઈ મહિનામાં જોવા મળશે?
ગુજરાતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢમાં યુનિવર્સિટીમાં ૪૦ જેટલા આગાહીકારો દ્વારા ઓનલાઇન વર્ષા વિજ્ઞાનનું સંમેલન યોજાયું હતું. જે સંમેલનમાં એક આગાહીકારે વાવાઝોડુ ક્યારે આવશે એમ ની સંભાવના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જુલાઈ મહિનામાં વરસાદ નું પ્રમાણ જૂન મહિના કરતાં ઓછું રહી શકે છે અને જુલાઈ મહિનાના અંતમાં અથવા ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એક વાવાઝોડું આવી શકે છે. તેમણે પોતાની આગાહીમાં કોઈ એવી સ્પષ્ટ માહિતી નથી જણાવી કે આ વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉદ્દભવશે કે બંગાળની ખાડીમાં, પરંતુ જુલાઈ મહિનામાં અથવા તો ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એક વાવાઝોડું સક્રિય થાય તેવી આગાહીઓ હાલ જણાઈ રહી છે.

વર્ષા વિજ્ઞાનની બીજી આગાહી? 
જુનાગઢમાં ઓનલાઇન વર્ષા વિજ્ઞાનની મિટિંગ બાદ એવું તારણ મળ્યું હતું કે જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વાવણી થઇ જશે. જ્યારે જુલાઈ મહિનાના અંત સુધીમાં અતિવૃષ્ટિ થવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી હતી જ્યારે 16 ઓગસ્ટ પછી વરસાદની ખેંચાય એવા સંજોગો પણ જોવા મળશે એવી આગાહી કરવામાં આવી હતી. 

જુલાઈ મહિનામાં અંબાલાલ પટેલ ની આગાહી?
૯ જૂનના રોજ અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું હતું કે જુલાઈ મહિનામાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે. 13 જુલાઈ પછી સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રમાં, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા સહિતના ભાગો, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, હારીજ, પાટણ, સિધ્ધપુર, બેચરાજી, કડી ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં, વિરમગામના ભાગોમાં સારો વરસાદ જોવા મળશે. વાવણી ને લઇને ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી 29 જૂનના રોજ ચોમાસુ સક્રિય થવાની સંભાવના પણ અંબાલાલ કાકા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. સાથે જણાવ્યું હતું કે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતાઓ છે.

હવામાન વિભાગ અને skymet ખાનગી સંસ્થા દ્વારા પણ આગામી 8 દિવસ સુધીની આગાહી કરવામાં આવતી હોય છે, જેમની માહિતી પણ અમે સમયસર આપની સમક્ષ Khissu ની Application દ્વારા પહોંચાડવા નો પ્રયત્ન કરીએ છીએ સાથે અમારું પોતાનું અનુમાન (પૂર્વાનુમાન, વરસાદ વાવડ, વરસાદ હકીકત વગેરે) આપને જણાવતાં રહીશું માટે Khissu ની Application ડાઉનલોડ કરી લેજો.