ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે ખેડૂત ભાઈઓ વરસાદની રાહ જોઇ રહ્યા હતા એમના માટે એક સારા સમાચાર કહી શકાય. આજથી થોડા દિવસ પહેલાં અમે તમને જણાવ્યું હતું કે 28-29 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બનશે. જે મુજબ વેધર ચાર્ટમાં છેલ્લા બે દિવસમાં એક સાથે ઘણોબધો ફેરફાર થયો છે. મોડલોની સ્થિતિ જોતા ગુજરાતમાં એક સારો વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ રહેલી છે.
28-29 તારીખે જે લો-પ્રેશર બંગાળની ખાડીમાં બનશે તે ગુજરાત તરફ આવવાની સંભાવનાઓ ઘણી છે. મિત્રો, હાલ બે મોડલ યુરોપીન (ECMWF) અને GFS મોડેલ અલગ-અલગ ટ્રેક બતાવી રહ્યા છે. એટલે કે, હજી કઈ દિશામાં લો-પ્રેશર આગળ વધશે એમનો ફાઈનલ રસ્તો નક્કી થયો નથી. આગામી દિવસોમાં જાણ થશે ત્યારે અમે તમને અપડેટ જણાવતા રહીશું.
હાલની સ્થિતિ જોતાં ક્યાં સારો વરસાદ પડી શકે છે?
હાલની સ્થિતિ યુરોપની મોડેલમાં જોતા દક્ષીણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. જ્યારે GFS મોડલમાં અથવા તો હવામાન વિભાગની (IMD) વેબસાઈટ મુજબ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ પડે તેવી સ્થિતિ જણાય રહી છે. જોકે મોડેલની સ્થિતિ મુજબ હજી ઘણા ફેરફારો થઇ શકે છે.
મિત્રો, મોડલના માધ્યમથી એવી માહિતી પણ મળે છે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી શકે. પરંતુ મિત્રો, આ વર્ષે મોડલો ઘણી વખત ખોટા પડ્યા છે અને ખેડૂત મિત્રોને હવે આગાહી ઉપર વિશ્વાસ પણ નથી રહ્યો એટલે જેમ લો-પ્રેશર નજીક આવશે અને સ્થિતિ ક્લિયર થતી જશે એમ જ અમે તમને જાણ રહીશું.
કેટલાં દિવસ સુધી આ વરસાદ રાઉન્ડ ચાલી શકે છે: થોડા દિવસો પહેલા વરસાદનો જે રાઉન્ડ હતો એ ૫થી ૬ દિવસ સુધી ચાલ્યો હતો. હવે વેધર ચાર્ટના મોડેલો મુજબ ગુજરાતમાં દસથી-બાર દિવસ સુધી આવનારો વરસાદનો રાઉન્ડ ચાલી શકે છે. કેમકે 28, 29 તારીખ દરમિયાન લો-પ્રેશર બનશે તે પછી ગુજરાતમાં ઝાપટાનો રાઉન્ડ 30-31 તારીખથી ચાલુ થઇ જશે. જ્યારે ફરીથી ૪-૫ સપ્ટેમ્બર દરમિયાન બીજું એક લો-પ્રેશર પણ બંગાળની ખાડીમાં બનવા જઈ રહ્યું છે એમની અસર પણ એ પછીના દિવસોમાં ગુજરાતમાં જોવા મળી શકે છે.
ખાસ નોંધ: ગુજરાતના ખેડૂત ભાઈઓને ખાસ જણાવવાનું કે આ વર્ષે વેધર ચાર્ટના મોડલો ખૂબ જ સારા જોવા મળ્યા છે. પરંતુ એ મુજબ વરસાદ પડ્યો નથી. એટલે આવનારા દિવસોમાં ફરી સાર્વત્રિક વરસાદ થાય એવી આશાઓ બાંધી ન લેવી. જોકે ઉપરાઉપરી લો-પ્રેશર બનવાના છે તેમ છતાં પણ હજી આગામી દિવસોમાં સ્થિતિ થોડીક વધારે ક્લીયર થાય પછી અમે તમને માહિતી જણાવતા રહીશું.
કુદરતી પરિબળોને કારણે આગાહી માં ફેરફાર થઈ શકે છે. વાવાઝોડા અને વરસાદની official માહિતી માટે હવામાન વિભાગની વેબસાઈટને અનુસરવી. વરસાદના અમારા અનુમાન weather ચાર્ટ મુજબ જાણવા માટે Khissu ની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી.
આ માહિતી ગુજરાતનાં દરેક ખેડૂતો સુધી શેર કરજો. વરસાદની જે નવી આશા બંધાઈ છે તે તેઓ જાણી શકે.