ગઈ કાલની (20 તારીખની) આગાહીમાં જણાવ્યા મુજબ કે આજે વરસાદ (તીવ્રતા) વિસ્તારોમાં ઘટાડો થશે,તે મુજબ આજે ઘણો ઓછો વરસાદ નોંધાયો છે. હવે આજે રાત્રે 21 તારીખે અને આવતી કાલે 22 તારીખે ક્યાં-ક્યાં જીલ્લામાં વરસાદ પડશે તે જાણીએ. ગઈ કાલની આગાહી જાણવા અહી ક્લિક કરો.
આજે સાંજના અને રાત્રે thunderstorm આધારિત વરસાદ પડી શકે છે એટલે કે હળવા-સામાન્ય ઝાપટા પડી શકે છે. પણ એ ઝાપટા માત્ર સીમાંત વિસ્તારોમાં જ હશે. જેમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના મહુવા લાગુ વિસ્તારો અને સુરેન્દ્રનગરમાં થોડી શક્યતા ખરી. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં કોઈ જગ્યાએ ઝાપટાં પડી શકે છે. મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે.
આવતી કાલે પણ સીમિત વરસાદ વિસ્તાર જ હશે, જેમાં દરીયાઈ પટ્ટીને ક્યાંક-ક્યાંક લાભો મળી શકે છે. જ્યારે મધ્ય ગુજરાત અને મધ્યપૂર્વ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. 25 તારીખ પછી ફરી ચોમાસું સક્રિય બને અને આગળ વધે તેવી સંભાવના છે. ત્યાં સુધી મોટાં વરસાદ માટે રાહ જોવી પડશે.