ગઈ કાલે જણાવેલ આગાહી મુજબ વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ નોંધાયો છે. મળતી આંકડાકીય માહિતી મુજબ ઉમરગામમાં 10 ઇંચ, વલસાડમાં 6 ઇંચ, અને વાપીમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. સાથે સૌરાષ્ટ્રનાં ઘણા વિસ્તારોમાં વાવણી લાયક સારો વરસાદ પડ્યો છે. ગઈ કાલની આગાહી જાણવા અહીં ક્લિક કરો. સાવધાન/ આજે રાત્રે અને આવતી કાલે આટલા જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ આગાહી
આજે રાત્રે 20 તારીખે અને આવતી કાલે 21 તારીખે વરસાદ આગાહી : આજે રાત્રે હજૂ મધ્ય પૂર્વ ગુજરાતમાં શકયતા રહેશે. જ્યારે આવતી કાલે પણ મધ્ય પૂર્વ ગુજરાત, લાગુ પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડા ઝાપટાની શકયતા છે. કાલે રાત્રે પૂર્વ ગુજરાતમાં સારી શકયતા રહેશે. આજે વરસાદ પડ્યો તેમની કરતા વરસાદ ઓછો નોંધાઈ શકે છે.
છેલ્લું અઠવાડિયું વરસાદથી ટનાટન; આદ્રા નક્ષત્રમાંમાં વરસાદ સંજોગ? આગાહી? વાહન? વાવાઝોડું-પવન?
દરિયા કિનારેના જિલ્લા જેવા કે સોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ અને બોટાદ જીલ્લામાં વરસાદ આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, અને ભરૃચ જિલ્લાના શક્યતા છે. દક્ષિણ ગુજરાતના એકાદ બે જીલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, બાકી આજ કરતા વરસાદ તીવ્રતા ઓછી રહેશે. જ્યારે વડોદરા અને આણંદ નજીક અમદાબાદ લાગુ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને વરસાદ પણ પડી શકે છે.
આગોતરું એંધાણ Wether મોડેલ મુજબ: 22 જૂનથી 30 જૂન વચ્ચે દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જોકે 24 તારીખથી વરસાદ વિસ્તારોમાં વધારો થશે. કુદરતી પરિબળો ને કારણે આગાહી માં ફેરફાર થઈ શકે છે.