Top Stories
બે સિસ્ટમ / મિની વાવાઝોડાની કેટલી અસર ગુજરાત પર?

બે સિસ્ટમ / મિની વાવાઝોડાની કેટલી અસર ગુજરાત પર?

આવતીકાલની વહેલી સવાર સુધીમાં બંગાળની ખાડીનું લો-પ્રેશર ડીપ્રેશનમાં (મિની વાવાઝોડું) કન્વર્ટ થઇ જશે. ડિપ્રેશનમાં કન્વર્ટ થશે ત્યારે વધારે મજબૂત હશે, આ વર્ષેનું ચોમાસુ ચાલુ થયું ત્યાર પછી પહેલું એવું લો-પ્રેશર હશે કે જે સૌથી વધારે મજબૂત હશે. આ લો-પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતમાં 14 તારીખ પછી થઈ શકે છે, પરંતુ તે પહેલા હાલમાં પૂર્વ રાજસ્થાન પર રહેલ લો-પ્રેશર સિસ્ટમની અસર જોવા મળશે.

બે લો-પ્રેશર સિસ્ટમ થી 18 તારીખ સુધી વરસાદ
ઉત્તર ગુજરાત-રાજસ્થાન પર રહેલ નબળી લો-પ્રેશર સિસ્ટમ હાલ પૂર્વ રાજસ્થાન પર ખસી ચૂકી છે. જો કે નબળી પડે લો-પ્રેશર સિસ્ટમ ધીમે-ધીમે ફરીથી મજબૂત બની રહી છે. મજબૂત બનતાની સાથે જ ઉત્તર રાજસ્થાન તરફથી ફરીથી નીચે એટલે કે ગુજરાત પર આવી રહી છે. જેમને કારણે આવતીકાલથી જ ગુજરાતમાં વરસાદનાં વિસ્તારોમાં વધારો થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં 12, 13 અને 14 તારીખ દરમિયાન વરસાદ જોવા મળશે.

જ્યારે બીજી લો-પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં થઈને ઉત્તર મધ્યપ્રદેશ-રાજસ્થાન લાગુ વિસ્તારોમાં 13-14 તારીખ દરમિયાન પહોંચી જશે. જે લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા હાલમાં નબળી પડેલ લો-પ્રેશર સિસ્ટમને વધારે મજબૂત બનાવશે. અને ગુજરાતમાં 14, 15 અને 16 તારીખમાં સારો વરસાદ આપશે. જો આ બંને લો-પ્રેશર સિસ્ટમ ભેગી થતા વધારે મજબૂત બનશે તો ત્યાર પછીના દિવસોમાં પણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે.

એટલે મિત્રો ગુજરાતમાં આવનારા દિવસોમાં ફરીથી સારા વરસાદનો રાઉન્ડ ચાલુ થશે. બંગાળના ખાડીની લો-પ્રેશર સિસ્ટમ આ વર્ષે પ્રથમ વખત ડિપ્રેશન સુધી જવાની છે, જે અતિ ભારે વરસાદ પણ ગુજરાતને આપી શકે છે. જોકે હવામાન ખાતાએ પણ આગાહી કરતા જણાવ્યું છે કે બે લો-પ્રેશર સિસ્ટમને કારણે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. 

હવામાન વિભાગ ના બે લો-પ્રેશર ક્યાં? 
ઉત્તર ગુજરાત-રાજસ્થાન લાગુ વિસ્તારોમાં બનેલ નબળુ લો-પ્રેશર અને અરબી સમુદ્રમાં તૈયાર થયેલ ટ્રફ, આ બંને સિસ્ટમને કારણે ગુજરાતમાં આવનાર પાંચ દિવસ સુધી સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જણાવી છે. તે સાથે બીજા વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી જણાવી છે. 

ખાસ નોંધ- સિસ્ટમ અને વરસાદની વધારે માહિતી આવનાર સમયમાં અમે Khissu ની એપ્લિકેશનમાં અપલોડ કરતા રહેશુ. વેધર ચાર્ટ અને કુદરતી પરિબળોને કારણે આગાહીમાં થોડો ફેરફાર થઈ શકે છે. ખેતીલક્ષિ કામો માટે હવામાન વિભાગની વેબસાઈટને અનુસરવી.