Top Stories
khissu

હવામાન પલટાયું / નવું લો-પ્રેશર, અતિભારે વરસાદ? બે દિવસ અસર, જાણો ક્યાં?

૧લી સપ્ટેમ્બરની સવારની અપડેટ મુજબ બંગાળની ખાડીનું લો-પ્રેસર ગુજરાત રાજ્ય પર આવી ચૂક્યું છે. લો-પ્રેશર સિસ્ટમને અરબી સમુદ્રના ભેજવાળા પવનો અને અનુકૂળ વાતાવરણ મળવાને કારણે ગુજરાતના 251 તાલુકામાંથી 155 તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. ગુજરાતના ઘણા એવા જિલ્લાઓ છે જેમાં બે ઇંચથી વધારે વરસાદ પણ નોંધાઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મોડી રાત્રીથી સારો વરસાદ પડી રહ્યો છે. 

ગુજરાતના 70% ભાગોમાં વરસાદ? 
લો-પ્રેશર સિસ્ટમને કારણે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના જુદા-જુદા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. જોકે એક અપડેટ મુજબ ગુજરાતના ૭૦ ટકા વિસ્તારોમાં ઝાપટાથી લઇને ભારે તો કોઈક વિસ્તારમાં અતિભારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવે બાકી રહેલ ૩૦ ટકા વિસ્તારોમાં ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છનો વિસ્તાર બાકી છે જેમાં પણ આજે અને આવતીકાલે સારો વરસાદ ચાલુ થઈ જશે. ગુજરાતના કોઇપણ ખેડૂતોએ મૂંઝાવાની જરૂર નથી જેટલા પણ વિસ્તારો બાકી છે એમાં બે તારીખ સુધીમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે. 

આજે વધારે વરસાદ ક્યાં પડી શકે? 
મોડી રાત્રીથી જ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગઇકાલે જણાવ્યું હતું એમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાઇ શકે છે તેવી રીતે સૌરાષ્ટ્રના કેશોદમાં ૫-૬ ઈંચ વરસાદ પડી ચૂકયો છે. સાથે જૂનાગઢના માંગરોળમાં 169mm વરસાદ પડયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ઉમરગામમાં 16 ઇંચ, વાપીમાં 8 ઇંચ, માંગરોળમાં 8 ઈંચ, તાલાળામાં 6 ઇંચ, ઊનામાં ૫ ઇંચ અને વિસાવદરમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આવનાર બે દિવસ સુધી હજી પણ ગુજરાતમાં સારો વરસાદ ચાલુ રહેશે. 

સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણની અંદર બદલાવ થયો છે આજે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે સાથે કચ્છની અંદર પણ વરસાદના વિસ્તારમાં વધારો થશે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક એવા ભાગો હશે કે જેમાં આજે ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. લો-પ્રેશર સિસ્ટમ વધારે કઈ જગ્યાએ અસર કરે તે કોઈ ચોક્કસ જિલ્લામાં કહી શકાતું નથી, પરંતુ અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવનાઓ જણાઈ રહી છે.

7 સપ્ટેમ્બરે નવી લો-પ્રેશર સિસ્ટમ? 
ખાનગી સંસ્થા સ્કાયમેટના જણાવ્યા અનુસાર ૭ સપ્ટેમ્બરના રોજ ફરીથી બંગાળની ખાડીમાં એક નવી લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. જે લો-પ્રેશર સિસ્ટમ હાલમાં લો-પ્રેશર સિસ્ટમ છે તેની કરતા થોડી વધારે મજબૂત હોઈ શકે છે. ૭ સપ્ટેમ્બરના રોજ તૈયાર થતાં લો-પ્રેશર સિસ્ટમની અસર પણ ગુજરાતમાં જોવા મળશે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જ્યારે અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં ૧૩ થી ૧૪ સપ્ટેમ્બર સુધી વરસાદી વાતાવરણ ચાલુ રહેશે.

વરસાદની આગાહી, પૂર્વાનુમાન અને કૃષિ લગતી વધારે માહિતી માટે Khissu ની Application ડાઉનલોડ કરી લો. આવનાર લો-પ્રેશર સિસ્ટમની વધારે માહિતી અમે Khissu એપ્લિકેશનમાં જણાવતા રહેશો.