વરસાદ, તીડ અને ગરમીનો પારો માથે, જાણો રમણીક વામજાની આગાહી

વરસાદ, તીડ અને ગરમીનો પારો માથે, જાણો રમણીક વામજાની આગાહી

જૂનાગઢનાં અગ્રણી આગાહીકાર રમણીક વામજાએ જણાવ્યું હતું કે ખગોળ વિદ્યાના આધારે આભા મંડળ આકાશી ચીતરી ભડલી વાક્યોનાં આધારે જોત્તા તા.૩ સપ્ટેમ્બર, ૧૦મી સપ્ટેમ્બરના વરસાદનાં યોગ છે.

ભાદરવા મહિનામાં રાજસ્થાનની બોર્ડર ઉપર તીડ પક્ષી આવવાની સંભાવનાં છે. તા.૩૦મી ઓગસ્ટને શુક્રવારનાં રોજ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનું વાહન ઉંદર ૧૩મી સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

વૈશાખ સુદ પડવાને દિવસે કૃતિકા નક્ષત્ર હોવાથી ઘાસનોસાથ નથી. ભરણી નક્ષત્ર હોવાથી સારૂ કહેવાય. ખેડૂતોનો ઘાસચારો સારો થશે, પરંતુ વરસાદ થવાથી બગાડ થાય. ભડલી વાક્ય મુજબ પાછોતરો વરસાદ થશે અને પાકમાં બગાડ થાય તેવી ધારણાં છે.

તા.૩મી સપ્ટેમ્બરથી ૧૦મી સપ્ટમ્બર દરમિયાન બપોર પછી ગાજવીજ સાથે મંડાણી વરસાદ થવાના યોગ છે. લીલોદુકાળ થાય અને ભાદરવા મહિનામાં પવનની દિશા બદલાતા વરસાદ થવાની ધારણાં છે.