હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ અતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 10 અને 11 ઓગસ્ટ સુધી વરસાદનું જોર રહેશે.
10 ઓગસ્ટે સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સુચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: સાર્વત્રિક વરસાદની આગાહી: જાણો કયા જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદ ?
જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ અને વડોદરામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા બુધવારે વલસાડ અને દમણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જ્યારે ગુરુવારે ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે શુક્રવારે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ફરી પછી eKYC મેળવવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો 12મો હપ્તો ક્યારે ?
આ ઉપરાંત ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા અને જૂનાગઢ માટે ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ અન્ય છૂટા છવાયા વિસ્તારોમાં પણ હળવોથી ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદ, સુરેન્દ્રનગર, તાપી, સુરતમાં ભારે વરસાનો સમાવેશ કરવામાં આવ્યો છે.