khissu

અચાનક અશોકભાઈ પટેલની મોટી આગાહી, જાણો આજે તમારા જિલ્લામાં ચોમાસુ પહોંચશે?

આગામી 10 તારીખ સુધી માં નૈઋત્ય નું ચોમાસું મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશના બાકીના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો (મુંબઈ સહિત), તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગો, મધ્યપશ્ચિમ બંગાળની ખાડી ના બાકીના ભાગોમાં અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના વધુ ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 7-14 જૂન 2024
હવે નોર્મલ મહત્તમ તાપમાન 40°C to 41°C ગણાય. આગાહી સમય માં ગુજરાત રાજ્ય માં મહત્તમ તાપમાન રેન્જ 39°C થી 42°C માં રહેવાની શક્યતા છે. મતલબ કે નોર્મલ ગરમી. તેમ છતાં અમુક દિવસે તાપમાન 1°C થી 2°C ઘટશે પરંતુ ભેજ વધવાને હિસાબે બફારો વધુ લાગશે. આગાહી સમય માં છુટા છવાયા વાદળ થવા ની શક્યતા છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

આગાહી સમય ના શરૂવાત ના સમય માં પવન મુખ્યત્વે પશ્ચિમી અને પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની ઝડપે અને ઝાટકા ના પવનો 25 કિમિ/કલાક ફૂંકાવાની શક્યતા. તારીખ 11 થી 14 દરમિયાન પવન ની સ્પીડ 15-25 કિમિ/કલાક ની ઝડપ અને ઝટકા ના પવન 30-40 કિમિ/કલાક ની ઝડપ.

છેલ્લા 5-6 દિવસ માં બે ત્રણ દિવસ કોઈ કોઈ સીમિત વિસ્તાર માં છાંટા છૂટી થયેલ. આગાહી સમય માં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધશે જેમાં માત્રા તેમજ વિસ્તાર માં વધારો જોવા મળશે. પહેલા દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્ર બાજુ તેમજ ત્યાર બાદ બીજા વિસ્તારો.

નોંધ: હવામાન ખાતું ગુજરાત ના જે ભાગો માં ચોમાસુ ડેક્લેર કરે તે વિસ્તાર શિવાય ના વિસ્તારો માં ત્યાં સુધી નો વરસાદ પ્રિ-મોન્સૂન ગણાય.