આજ કાલ લોકો એફડી કે સેવિંગ એકાઉન્ટમાં પૈસા રોકવાને બદલે શેર બજાર કે મ્યુચ્યલ ફંડમાં પૈસા રોકી રહ્યા છે. આ ઉપરાંત આજે માર્કેટમાં એવી ઘણી સ્કીમ પણ છે, જ્યાં તમને રોકાણ પર ટેક્સનો લાભ મળે છે. જેમા પોસ્ટ ઓફિસ, બેંકથી લઈને મૂડીબજાર સુધી આવી અનેક યોજનાઓ છે. જો કે, મોટાભાગની યોજનાઓમાં લોક-ઇન નિયમો પણ રહેલા છે, જ્યાં સમય પહેલાં પૈસા ઉપાડી શકાતા નથી. તેથી, ટેક્સ બચાવવા માટે નાણાંનું રોકાણ કરતી વખતે, એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારા પૈસા લાંબા સમય સુધી બ્લોક ન થવા જોઈએ.
SBI લોંગ ટર્મ ઇક્વિટી ફંડ
આ ઉપરાંત, તમને તમારા રોકાણ પર હાઈ રિટર્ન પણ મળી શકે. જો તમે આવી જ કોઈ યોજના શોધી રહ્યા છો, તો ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ એટલે કે મ્યુચ્યુઅલ ફંડની ELSS શ્રેણીમાં રોકાણ કરવાથી તમને વધુ સારું વળતર મળી શકે છે. બજારમાં આવી ઘણી ELSS યોજનાઓ છે, જેણે રોકાણકારોને લાંબા ગાળામાં હાઈ રિટર્ન આપ્યું છે. આમાંથી એક SBI મ્યુચ્યુઅલ ફંડની SBI લોંગ ટર્મ ઇક્વિટી ફંડ સ્કીમ છે.
20 વર્ષમાં 21% CAGR
SBI લોંગ ટર્મ ઇક્વિટી ફંડે લાંબા ગાળામાં રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે. આ ફંડ 31 માર્ચ 1993ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની શરૂઆતથી, તેણે 16.34 ટકાના CAGR પર વળતર આપ્યું છે. અહીં 20 વર્ષમાં રોકાણકારોને 21 ટકા CAGRનું વળતર મળ્યું છે. 20 વર્ષમાં આ ફંડે રોકાણકારોના પૈસા લગભગ 50 ગણા કર્યા છે. એટલે કે જેમણે અહીં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, તેમના પૈસા 20 વર્ષમાં 50 લાખ રૂપિયાને વટાવી ગયા છે. તો બીજી તરફ, જેમણે 20 વર્ષમાં 500 રૂપિયાની માસિક SIP કરી હતી તેમને 1 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે.
આ ફંડમાં 500 રૂપિયાનું લઘુત્તમ એકમ રોકાણ કરી શકાય છે. તો બીજી તરફ, લઘુત્તમ SIP પણ 500 રૂપિયા છે. સારી વાત એ છે કે તેનો લોક-ઈન પિરિયડ માત્ર 3 વર્ષનો છે. 31મી ડિસેમ્બર 2021ના રોજ ફંડની કુલ સંપત્તિ રૂ. 10192 કરોડ છે. જ્યારે તે જ તારીખ સુધી ખર્ચનો રેસિયો 1.75 ટકા છે.
ફંડના 10-વર્ષ, 15-વર્ષનું પ્રદર્શન
15 વર્ષનું વળતર: 11% CAGR
1 લાખના રોકાણનું મૂલ્યઃ રૂ. 4.74 લાખ
રૂ. 5000 માસિક SIPનું મૂલ્ય: રૂ. 26 લાખ
10 વર્ષનું વળતર: 15%
રૂ. 1 લાખ રોકાણનું મૂલ્ય: રૂ. 4 લાખ
રૂ. 5000 માસિક એસઆઈપીનું મૂલ્ય: રૂ. 12.5 લાખ
તમે તમારા પૈસા કયા શેરોમાં રોકાય છે
SBI લોંગ ટર્મ ઇક્વિટી ફંડના ટોચના હોલ્ડિંગમાં ICICI બેન્ક, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કું., સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, HDFC બેન્ક, સિપ્લા અને કમિન્સ ઇન્ડિયાનો સમાવેશ થાય છે.
શ્રેષ્ઠ અને સૌથી ખરાબ પ્રદર્શન
HDFC લોંગ ટર્મ એડવાન્ટેજ ફંડનું શ્રેષ્ઠ પ્રદર્શન માર્ચ 9, 2009 થી માર્ચ 11, 2010 સુધી હતું. આ દરમિયાન, ફંડે લગભગ 110 ટકાનું ઉત્તમ વળતર આપ્યું છે. બીજી તરફ, ફંડે 4 ડિસેમ્બર 2007 અને 3 ડિસેમ્બર, 2008 વચ્ચે સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ફંડનું વળતર -57 ટકા છે.