ગુજરાતના આ વિસ્તારોમાં 3 નંબરનું સિગ્નલ જાહેર: ભારે પવન સાથે વરસાદ

ગુજરાતના આ વિસ્તારોમાં 3 નંબરનું સિગ્નલ જાહેર: ભારે પવન સાથે વરસાદ

 અરબી સમુદ્રમાં મજબૂત લો પ્રેશર સિસ્ટમ બની છે. જેના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 1 તારીખ સુધી વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. જો કે આજે અને આવતી કાલે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઓછું થઈ જશે. પણ 30 તારીખ અને 1 તારીખે ગુજરાતમાં સારા એવા વરસાદની શક્યતા છે.

ગુજરાતના દરિયામાં હાલ મજબૂત લો પ્રેશર બન્યું છે. જેના કારણે દરિયા કાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધી શકે છે. ત્યારે મીની વાવાઝોડાની શક્યતાના પગલે ગુજરાતના દરિયા કિનારે એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતના દ્વારકા, ઓખા, મહુવા, જાફરાબાદ, દમણ, ભરૂચ, પીપાવાવ, દહેજ, દીવ, વગેરે બંદરો પર 3 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેથી માછીમારો ને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સુચના આપી છે.

આજે સૌરાષ્ટ્રમા મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, સહિત દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે. જો કે હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નથી.