સૌરાષ્ટ્રમાં નવી ચોમાસું ડુંગળીની ચિક્કાર આવક શરૂ થઈ ચૂકી છે. નવી ડુંગળીના ભાવ પહેલેથી નીચાં ખૂલ્યા હોવાથી તત્કાળ નવી મંદી મુશ્કેલ છે, પણ હવે માગ વધે તો ભાવમાં થોડો સુધારો આવવાની શક્યતા વેપારી વર્ગ જોઈ રહ્યો છે.
આ પણ વાંચો: મગફળીના ભાવમાં આજે વધારો ઝીંકાયો: જાણો આજનાં (05/01/2023) મગફળીનાં બજાર ભાવ
બીજી તરફ સફેદ ડુંગળીનું વાવેતર ચાલુ વર્ષે ઘણું કપાઈ ચૂક્યું હોવાથી એના ભાવમાં તેજી આવવાની શક્યતા છે એટલે ખેડૂતો વેચવામાં સંયમ રાખે તેવી અપીલ થઈ રહી છે. ડુંગળીની સૌથી વધારે આવક મહુવા યાર્ડમાં થાય છે. હાલ રોજ ૪૫-૫૦ હજાર ગુણી લાલ ડુંગળી આવે છે અને સફેદની ૧૦ હજાર ગુણી આવવા લાગી છે. પંદરેક દિવસથી લાલના ભાવ જળવાયેલા છે. યાર્ડમાં મંગળવારે રૂા ૮૦-૩૨૪ના ભાવથી વેચાણ થયું હતુ. જ્યારે સફેદનું વેચાણ રૂા. ૧૫૧ ડિહાઈડ્રેશન એકમોની માગ ખૂબ રહેતી હોવાથી ભાવ સારો મળવાની અપેક્ષા ખેડૂતો રાખી શકે છે.
મહુવાના એક વેપારીનું કહેવું છે કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાક સેન્ટરોમાં હજુ જૂના માલની આવકો થયા કરે છે. એ પૂરી થાય એટલે ડુંગળીના ભાવમાં થોડો સુધારો આવવાની સંભાવના છે. સુધારો ૧૫ જાન્યુઆરી પછી દેખાઈ શકે છે. અલબત્ત એ ગાળામાં સૌરાષ્ટ્રમાં નવી આવકનું પ્રમાણ વધી ગયું હશે છતાં ભાવમાં ઘટાડો આવવાનું મુશ્કેલ દેખાય છે. મંગળવારે સફેદના ભાવમાં રૂા. ૨૦-૨૫નો સુધારો હતો.
આ પણ વાંચો: 1790 રૂપિયા બોલાયો કપાસનો ભાવ, જાણો આજનાં (05/01/2023) નાં કપાસના ભાવ
ભાવનગર યાર્ડમાં ૩૯૧૧૩ ગુણી આવકે રૂા. ૧૦૦-૩૨૭ અને સફેદની ૬૦૦ ગુણી આવકે રૂા. ૧૫૨-૨૪૯ હતા. યાર્ડના સૂત્રો કહે છે કે, લાલના વાવેતર સારાં થયા હતા અને પાક પણ સારો છે. પંદર વીસ દિવસ પછી આવક રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીની ૭૫-૮૦ હજાર ગુણી થવા લાગશે. આવક ૪૨૦૦ ક્વિન્ટલ થઈ હતી અને ચોમાસું વાવેતરની આવક દોઢ બે માસમણનો ભાવ રૂા. ૭૦-૨૭૫ રહ્યો હતો.
ત્યાં શિયાળુ રોપલીની આવક ગોંડલ યાર્ડમાં લાલ ડુંગળીની આવક થશે. શિયાળુ રોપલીનું વાવેતર સરકારી ૧૯ હજાર ક્વિન્ટલ થતા રૂા . ૭૧ આંકડાઓમાં થોડું ઓછું દેખાયું છે, પણ ૩૦૧ અને સફેદની ૧૫૩૮ ક્વિન્ટલની આવકો આવનારા દિવસોમાં સારી રહેશે.
આ પણ વાંચો: કપાસનાં ભાવમાં જોરદાર ઉછાળો: જાણો આજનાં તમામ માર્કેટ યાર્ડનાં ભાવ
ડુંગળી લાલના બજાર ભાવ (04/01/2023)
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 100 | 300 |
| મહુવા | 90 | 320 |
| ભાવનગર | 100 | 329 |
| ગોંડલ | 66 | 301 |
| જેતપુર | 101 | 251 |
| વિસાવદર | 42 | 186 |
| તળાજા | 102 | 260 |
| ધોરાજી | 60 | 261 |
| અમરેલી | 100 | 280 |
| મોરબી | 100 | 300 |
| અમદાવાદ | 120 | 320 |
| દાહોદ | 200 | 400 |
| વડોદરા | 160 | 400 |
ડુંગળી સફેદના બજાર ભાવ (04/01/2023)
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| ભાવનગર | 222 | 247 |
| મહુવા | 153 | 266 |
| ગોંડલ | 111 | 241 |