Top Stories
khissu

હવે દર મહિને 1.5 લાખની ઇન્કમ મેળવો ડેરી ફાર્મિંગના વ્યવસાય દ્વારા

જીવનમાં આગળ વધવા માટે લોકો નત-નવા આઇડિયાઝ અપનાવતા હોય છે. લોકોનું એવું માનવું છે કે નોકરી કરતાં વ્યવસાયમાં વધું કમાણી છે જો કે, એ બાબત થોડે ઘણે અંશે સાચી પણ છે. નોકરીમાં કોઇ પણ જાતનું રોકાણ કરવું પડતું નથી જ્યારે પોતાનો વ્યવસાય કરવામાં રોકાણ કરવું પડે છે, પરંતુ અંતે ફાયદો તો આપડો જ છે ને. આજના સમયમાં લોકો વ્યવસાય કરીને લાખો-કરોડો કમાય છે. તો એવો જ એક વ્યવસાય તમારી સામે પ્રસ્તુત છે જેના થકી તમે દર મહિને 1.5 લાખ કમાઈ શકો છો. આ વ્યવસાયમાં તમને સરકારી સબસિડી પણ મળશે.

જે વ્યવસાયની ચર્ચા થઇ રહી છે તેનું નામ છે ડેરી ફાર્મિંગનો વ્યવસાય. આ વ્યવસાયમાં તમે દૂધનું ઉત્પાદન કરીને ખૂબ પૈસા કમાઈ શકો છો. આ એક એવો વ્યવસાય છે કે જેની માંગ બારેમાસ રહે છે. આ વ્યવસાય શરૂ કરવા માટે, તમારે પ્રારંભિક તબક્કામાં ઓછી ગાય અથવા ભેંસ પસંદ કરવી પડશે. માંગ પર આધાર રાખીને, તમે પ્રાણીઓની સંખ્યામાં વધારો કરી શકો છો. જે માટે તમને સરકાર દ્વારા સબસિડીની સહાય પણ મળે છે. આ માટે, સૌ પ્રથમ, તમે વધુ સારી જાતિ ખરીદી શકો છો જેવી કે ગીર જાતિની ગાય. આ વ્યવસાયમાં ગાયની સારી સંભાળ રાખવા અને તેના ખાવા-પીવામાં પણ કાળજી લેવી પડે છે.

આ મુજબ થશે ફાયદા
ડેરી ફાર્મિંગ તમે સામાન્ય રોકાણ કરીને શરૂ કરી શકો છો ઉપરાંત તમને સરકાર દ્વારા 25 થી 50 ટકા સબસિડીની સહાય પણ મળે છે. આ સબસિડી દરેક રાજ્યમાં બદલાઈ શકે છે. દરેક રાજ્યમાં દૂધ સહકારી મંડળી છે જે ખેડૂતોને દૂધ ઉત્પાદનમાંથી તેમની આવક વધારવામાં મદદ કરે છે. આ વ્યવસાયમાં કોઇ ભણતર કે ડીગ્રીની જરૂર નથી કે કોઇ સ્પેશિયાલિસ્ટની પણ જરૂર નથી. ગમે તે સ્થળે આ વ્યવસાય તમે સ્થાપી શકો છો. આ વ્યવસાય પ્રદૂષણરહિત છે.

કેટલી થશે કમાણી?
જો તમે 10 ગાયો ખરીદી છે, તો તે મુજબ તમને 100 લિટર દૂધ મળશે. હવે તમે દૂધ કેવી રીતે વેચો છો તેના પર નફો નિર્ભર રહેશે. જો તમે સરકારી ડેરીમાં દૂધ વેચો છો, તો તમને લગભગ 40 રૂપિયા પ્રતિ લિટર મળશે. બીજી બાજુ, જો તમે ખાનગી દુકાનો અથવા શહેરની સોસાયટીઓમાં દૂધ વેચો છો, તો તમને પ્રતિ લિટર રૂ. 60 મળશે. 100 લિટર દૂધમાંથી તમારી દૈનિક આવક 5000 થશે. એટલે કે એક મહિનામાં 1.5 લાખની કમાણી.