Top Stories
khissu

આ ખેતીમાં એક વખત કરો રોકાણ આખી જિંદગી બેઠા બેઠા થશે કમાણી

હવે જો તમને કોઈ ખેતીની વાત કરશે તો તમારા મગજમાં મગફળી, કપાસ, ડાંગર, ઘઉં, શેરડી, શાકભાજી, સરસવ, સોયાબીન જેવા પાક જ ધ્યાનમાં આવશે. તમને જણાવી દઈએ કે, આ પરંપરાગત ખેતી સિવાય પણ એવા ઘણા પાકો છે જેની ખેતી કરી ખેડૂત પૈસા કમાઈ શકે છે. આવી જ એક ખેતી વાંસની છે, જેમાં મહેનત ઘણી ઓછી છે અને કમાણી ખૂબ જ વધારે છે.

એમ કહેવુ ખોટુ નહીં હોય કે, એક વાર વાંસની ખેતી કરો અને પછી આખી જીંદગી એ પાકમાંથી કમાતા રહો. કારણ કે વાંસનો પાક લગભગ 40 વર્ષ સુધી વાંસ આપતો રહે છે. તો બીજી તરફ આ પાક માટે સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે. જો કે, તેની ખેતી કરતા પહેલા, તમારા નજીકના વિસ્તારમાં ક્યાં વાંસની માંગ તે જાણી લેવુ હિતાવહ છે.

કેટલી થશે કમાણી?
વાંસની ખેતીમાં હેક્ટર દીઠ આશરે 1,500 છોડ વાવવામાં આવે છે. વાંસનો પાક લગભગ 3 વર્ષમાં તૈયાર થાય છે અને આ સમય દરમિયાન પ્રતિ છોડ 250 રૂપિયાનો મામુલી ખર્ચ થાય છે. આમાંથી અડધી તો સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. નોંધનિય છે કે, સરકારે વાંસની ખેતી માટે રાષ્ટ્રીય વાંસ મિશન પણ ચલાવ્યું છે. એટલે કે તમારો ખર્ચ લગભગ 2 લાખ રૂપિયા થશે. તો બીજી તરફ  1 હેક્ટરમાંથી 3 વર્ષ પછી, તમને લગભગ 3-3.5 લાખ રૂપિયાની કમાણી થશે. આ પછી પણ તમારી કમાણી ચાલુ જ રહેશે.

આખી જિંદગી બેઠા બેઠા
વાંસની ખેતીની સૌથી સારી વાત એ છે કે વાંસનો પાક 40 વર્ષ સુધી ચાલે છે. એટલે કે, જો તમે 25-30 વર્ષની ઉંમરે વાંસની ખેતી કરો છો, તો તમે 65-70 વર્ષની ઉંમર સુધી તે જ વાંસમાંથી કમાતા રહેશો. સાદી ભાષામાં કહિએ તો, વાંસની ખેતી પર માત્ર એક જ વાર નાણાંનું રોકાણ કરવાનું રહેશે અને પછી જીવનભર કમાણી થતી રહેશે.

જો આપણે વાંસની માંગની વાત કરીએ તો માત્ર ગામડામાં જ લોકો તેનો ઉપયોગ ઘર કે ફર્નિચર બનાવવા માટે કરે છે તેવુ બિલકુલ નથી, કારણ કે હવે મોટા શહેરોમાં પણ વાંસમાંથી બનેલી વસ્તુઓની જોરદાર માંગ છે. લોકો પોતાના ઘરમાં વાંસમાંથી બનેલું ફર્નિચર રાખવા લાગ્યા છે. તો બીજી તરફ, સજાવટની વસ્તુઓ, ગ્લાસ, લેમ્પ જેવી તમામ વસ્તુઓ વાંસમાંથી બનાવવામાં આવે છે. તેથી જો તમે આવી મોંઘી પ્રોડક્ટ બનાવતી કંપનીઓને તમારા વાંસ સીધા વેચો છો, તો તમને સારી કમાણી થશે.