khissu

શિયાળો અને વરસાદ એકસાથે! હવામાન વિભાગે ગુજરાતમાં ત્રણ દિવસ બાદ કરી માવઠાંની આગાહી

Gujarat Weather: હવામાન વિભાગે માવઠાની નવી આગાહી કરી છે. હાલમાં સવારે શિયાળાનો અહેસાસ થઈ રહ્યો છે અને લોકોને ઠંડી પણ લાગી રહી છે. ત્યારે હવે નવી આગાહી પ્રમાણે 3 દિવસ બાદ કમોસમી વરસાદલ પડી શકે છે.

એક ક્લિક અને ખેલ ખતમ, WhatsApp પર એક ભૂલથી બેંક બેલેન્સ થઈ જશે ઝીરો, 82 ટકા લોકો શિકાર બન્યા

25, 26 નવેમ્બરે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.  તો વળી સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા વધારે સેવવામાં આવી રહી છે. 25 નવેમ્બર બાદ તાપમાન ઘટશે એવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે.

દિવાળી પર લોકોએ બેફામ દારૂ પીધો, 2.5 કરોડ બોટલ વેચાઈ ગઈ, વેચાણમાં સીધો 37%નો ઉછાળો, હિસાબ કેટલો થાય?

હાલમાં ગુજરાતીઓ અને તેમાં પણ ખાસ કરીને ખેડૂતો શિયાળાની રાહ જોઇ રહ્યા છે. ત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો આવતો જોવા મળી રહ્યો છે. અમદાવાદ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, તારીખ 25 અને 26 નવેમ્બરના રોજ ગુજરાતના અનેક રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

2024માં મોદી સરકાર નહીં જીતે તો શેર માર્કેટમાં તબાહી મચી જશે, એવો વિનાશ વેરાશે કે ક્યાંયથી ભેગું જ નહીં થાય!

ઉલ્લેખનીય છે કે અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ સોમવારે બપોરે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે અનુમાન કર્યુ છે.

મંદિરમાં અને ઘરમાં પૂજા સમયે કેમ વગાડવામાં આવે છે ઘંટડી? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો, 99 ટકા લોકોને નથી ખબર

તેમના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. જ્યારે આ પાંચ દિવસમાં વરસાદ થવાની શક્યતા નથી. તે બાદના છઠ્ઠા અને સાતમા દિવસે ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.