Top Stories
khissu

નક્ષત્રોની ચાલ / ચાલુ બે નક્ષત્રમાં ભુક્કા કાઢશે વરસાદ, જાણો કોની કોની આગાહી? કેટલો વરસાદ?

ગુજરાતના 60% ભાગોમાં મૃગશીર્ષ નક્ષત્રમાં વાવણી થઇ ચુકી હતી, ત્યાર પછી આદ્રા નક્ષત્રમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળ્યું હતું ( અમુક વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો). તેમ છતાં ગુજરાતનાં ઘણા ભાગોમાં હજી વાવણી લાયક વરસાદ નોંધાયો નથી. અથવા જ્યાં વાવણી લાયક વરસાદ પડ્યો છે ત્યાં હાલ પિયતની જરૂર છે ત્યારે એવાં વિસ્તારમાં ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે. ત્યારે ઘણાં નક્ષત્રો મુજબ વરસાદની રાહ જોતા હોય છે. હાલમાં પુનર્વસુ નક્ષત્રની શરૂઆત થઇ ચુકી છે. પુનર્વસુ નક્ષત્ર 5 જુલાઈથી 19 જુલાઈ સુધી જોવા મળશે. પુનર્વસુ નક્ષત્રનું વાહન ઉંદર છે. પુનર્વસુ નક્ષત્રમાં પવન સાથે વરસાદ પડતો હોય છે.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ, જે નક્ષત્રોની ચાલ પરથી હવામાનની આગાહી કરતા હોય છે. તેમણે જણાવ્યું હતું કે 6 જુલાઈ પછી સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને વરસાદના સંજોગો સારા બનશે. જે મુજબ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જ્યારે બીજી બાજુ આવનારા દિવસોમાં (10 જુલાઈ પછી) ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે તેવું અનુમાન વેધર એનાલિસ્ટો જણાવી રહ્યા છે.

પુનર્વસુ નક્ષત્ર દરમિયાન બંગાળની ખાડીમાં લો-પ્રેસર સક્રિય થાય તેવી સંભાવના છે. જેમાં એક 12 જુલાઈ પછી અને એક 18 જુલાઇ આજુબાજુ સક્રિય થશે. આ બંને લો પ્રેશરની અસર ગુજરાત પર જોવા મળશે એટલે કે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ જણાવ્યું હતું કે 13 જુલાઈથી 20 જુલાઇ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડશે.

પુનર્વસુ નક્ષત્ર પછી પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે. પુષ્પન ક્ષત્રનું વાહન ઘોડો છે. પુષ્પ નક્ષત્રમાં સામાન્ય હળવો વરસાદ પડતો હોય છે. પરંતુ આ બે નક્ષત્રો બાબતે એવું કહેવામાં આવે છે કે

"પુનર્વસુ અને પુષ્પ, બેય ભાયલા,
વર્ષા તો વર્ષા, વાયલા તો વાયલા"

એટલે કે એક નક્ષત્ર માં વરસાદ પડે તો બીજામાં પડે જ અને ના પડે તો નાજ પડે.

હાલમાં વેધર ચાર્ટમાં માધ્યમથી ગુજરાતમાં 12 જુલાઈથી 22 જુલાઇ દરમિયાન અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, સાથે ગુજરાતના બીજા વિસ્તારોમાં મધ્યમ-હળવો સાર્વત્રિક વરસાદ જોવા મળશે. આવનાર દિવસોમાં વરસાદનો જે રાઉન્ડ જોવા મળશે જે લાંબો રાઉન્ડ રહેશે. 

હાલમાં ચાલી રહેલ નક્ષત્રના છેલ્લાં દિવસોમાં ભારેથ અતિભારે વરસાદ પડે તેવું અનુમાન છે. કેમ કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બનશે તેમનો ટ્રફ-ભેજવાળા પવનો ગુજરાત સુધી જોવા મળશે. સાથે ગુજરાત રાજ્ય પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સરક્યુલેશન તૈયાર થશે જેને કારણે પણ અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 

ઉપર જણાવેલ ફોટામાં 15 જુલાઈથી 23 જુલાઈ સુધીનું વરસાદનું અનુમાન છે. જે મુજબ ગુજરાતમાં તોફાની વરસાદનો રાઉંડ જોવા મળશે. હાલ ચાલુ નક્ષત્રમાં સંજોગ અનુકૂળ સાર્વત્રિક અને વરસાદ પડશે.