ડુંગળીની બજારમાં ભાવ નરમ રહ્યાં હતાં. ગોંડલમાં નવી ડુંગળીની આવકો સતતવધી રહી છે અને સામે લેવાલી ઊંચા ભાવથી આવતી નથી, પરિણામે ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો ઘટાડો થયો હતો. ગોંડલમાં ડુંગળીની કુલ ૨૩ હજાર કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૬૬થી ૪૨૧નાં હતાં.મહુવામાં લાલ ડુંગળીની ૧૨૭૦૦ કટ્ટાની આવક હતી ભાવ રૂ.૭૦થી ૩૫૯ અને જ્યારે સફેદ ડુંગળીની ૩૨૨૧ થેલીની આવક સામે ભાવ રૂ.૧૩૫થી ૪૮૭નાં હતાં. રાજકોટમાં ડુંગળીની ૨૮૦૦ ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૧૩૦થી ૪૨૫નાં ભાવ હતાં.
આ પણ વાંચો: એક સપ્તાહમાં 50 રૂપિયાનો ઘટાડો: કપાસમાં 1900 રૂપિયો ઊંચો ભાવ
ડુંગળીનાં વેપારીઓ કહેછેકે વર્તમાન સંજોગોમાં સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મજબૂત દેખાય રહ્યો છે, પંરતુ આગળ ઉપર વેચવાલી વધશે અને નવામાં જો ઊંચા ભાવથી ઘરાકી નહીં નીકળે તો બજારમાં ઘટાડો થાય તેવી ધારણાં છે.
લાલ ડુંગળી 21/11/2022 નાં બજર ભાવ
રાજકોટ: આવક: 5600, નીચો ભાવ 130 ઊંચો ભાવ: 425
મહુવા: આવક:12772, નીચો ભાવ 70, ઊંચો ભાવ 359
ભાવનગર: આવક: 301, નીચો ભાવ 55, ઊંચો ભાવ 228
ગોંડલ: આવક: 23100, નીચો ભાવ 61, ઊંચો ભાવ 421
જેતપુર: આવક: 772, નીચો ભાવ 101, ઊંચો ભાવ 266
વિસાવદર: આવક: 53, નીચો ભાવ 80, ઊંચો ભાવ 216
અમરેલી: આવક: 10, નીચો ભાવ 100, ઊંચો ભાવ 240
મોરબી: આવક: 48, નીચો ભાવ 100, ઊંચો ભાવ 400
અમદાવાદ: આવક: 0, નીચો ભાવ 100, ઊંચો ભાવ 400
દાહોદ: આવક: 0, નીચો ભાવ 200, ઊંચો ભાવ 340
વડોદરા: આવક: 0, નીચો ભાવ 100, ઊંચો ભાવ 520
આ પણ વાંચો: શાખાની મુલાકાત લીધા વિના કરી શકશો SBI હોમ લોન માટે અરજી, જાણો અહીં તેની સરળ રીત
સફેદ ડુંગળી
મહુવા: આવક: 3221, નીચો ભાવ 135, ઊંચો ભાવ 487