હવે દેશમાં યુવાનોનો ટ્રેન્ડ કૃષિ ક્ષેત્રે વધી રહ્યો છે. યુવાનો હવે કૃષિ ક્ષેત્રમાં ઘણા સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે. કૃષિ ક્ષેત્રે સ્ટાર્ટઅપ કરી યુવાનો રસપૂર્વક કૃષિ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. આજના યુવાનો સારા વેતન અને નોકરી છોડીને ખેતરોમાં જઈ રહ્યા છે. કૃષિ ક્ષેત્રે યુવાનો આવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને પદ્ધતિઓનો ઉપયોગ થઈ રહ્યો છે. જેના કારણે કૃષિ ક્ષેત્રે નવી તકો ખુલી રહી છે.
આવું જ એક સ્ટાર્ટઅપ એક યુવકે શરૂ કર્યું છે. આ યુવક ઝારખંડની રાજધાની રાંચી જિલ્લાના ઓરમાંઝી બ્લોકમાં ખેતી કરીને ખૂબ સારો નફો કમાઇ રહ્યો છે. તો ચાલો જાણીએ આ યુવકની રસપ્રદ ખેતી કરવાની આધુનિક ટ્રીક..
ગૌતમ મુંબઈમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે કામ કરતો હતો, પરંતુ તેની રુચિ ખેતીમાં હતી અને તેણે વધુ આવક મેળવવાની ઈચ્છાથી આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. તેમના મનમાં ખેતી કરવાની ઈચ્છા જાગી. જે બાદ તેણે વર્ષ 2020માં નોકરી છોડીને પરત આવવાનું મન બનાવી લીધું હતું. પછી રાંચી આવ્યા અને ઓરમાંઝી બ્લોકમાં પાંચ એકર જમીનમાં ખેતી કરવાનું શરૂ કર્યું. અહીં તેણે કેળાની ખેતી કરી. આ સાથે તેણે ડ્રેગન ફ્રૂટ અને સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી.
ગૌતમ જણાવે છે કે, તેનું ખેતર રાંચી જિલ્લાના ઓરમાંઝી બ્લોકના બથવાલ ગામમાં રૂક્કા ડેમના કિનારે છે. જ્યાં લગભગ પાંચ એકર વિસ્તારમાં ફેલાયેલા આ ફાર્મમાં કેળા, ડ્રેગન ફ્રૂટ, સ્ટ્રોબેરી, એવોકાડો અને વટાણાની ખેતી કરવામાં આવે છે.
તેણે ખૂબ જ આધુનિક રીતે ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરી છે, તેની સાથે તે સ્ટ્રોબેરી અને કેળાની પણ ખેતી કરી રહ્યો છે. આ ઉપરાંત, ગૌતમ ખેતરમાં માછલી ઉછેર પણ કરે છે. તેણે કહ્યું કે, તે બાયોફ્લોક ટેક્નોલોજીથી ફિશ ફાર્મિંગ કરી રહ્યો છે. આ ઉપરાંત ગાયોના ઉછેર માટે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેથી ઓર્ગેનિક ખેતી માટે ખેતરમાં સરળતાથી ખાતર મળી શકે. આમ આ યુવક એક આધુનિક અને સફળ ખેતી કરીને બમણો નફો કમાઇ રહ્યો છે.