khissu.com@gmail.com

khissu

આજે રાત્રે ગાજવીજ સાથે વરસાદની આગાહી: એલર્ટ: યલો અને ઓરેંજ એલર્ટ જાહેર

 ગુજરાતમાં સતત છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ બનેલો છે. અને રાતમાં મેઘરાજા દિલ ખોલીને વરસી રહ્યા છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આગામી મંગળવારના પણ ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા મંગળવારના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય બુધવારના 7 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. તેની સાથે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવાની સાથે સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે.

16 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 17 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે.