કેન્દ્ર સરકારે વર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મે અને જૂન મહિના માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરી છે. જેમાં મે અને જુન મહિના માટે દેશનાં ૮૦ કરોડ લોકોને પાંચ કિલો અનાજ મફતમાં આપવામાં આવશે. આ યોજનાને પગલે ઘઉંની બજારમાં હવે ટૂંકાગાળા માટે ભાવ વધવાની સંભાવનાં ઘટી ગઈ છે. આવી સ્થિતિમાં જે ખેડૂતોને ઉતાવળ હોય તેવા ખેડૂતોએ જ ઘઉં વેચાણ કરવાનો નિર્ણય લેવો, બાકી રાહ જોવામાં ફાયદો છે.
ઘઉંમાં હવે જુલાઈ મહિના બાદ તેજી થાય તેવા સંજોગો છે, પરંતુ તેનો આધાર સરકારી યોજના ઉપર વધારે છે. જો સરકાર યોજના લંબાવશે તો તેજી નહીં આવે. જેમની પાસે સારી ક્વોલિટીનાં ઘઉં પડ્યાં છે તેનાં ભાવ સારા જ મળશે, પરિણામે તેમણે ઉતાવળ કરવી નહીં. મિલબર ક્વોલિટી હોય અને બજારમાં હાલ વેપારો થતા નથી, તેવા ખેડૂતોએ સરકાર દ્વારા ફરી ખરીદી શરૂ થાય અથવા તો તમારા વિસ્તારમાં પુરવઠા નિગમની ખરીદી ચાલુ હોય તો તેમા વેચાણ કરી દેવું જોઈએ, પરંતુ સારા ઘઉંમાં બજારો સારી જ રહેવાની છે. સરકારની મફત યોજનાને પગલે મિલબર ક્વોલિટીનાં ઘઉંનાં ભાવ વધશે નહીં. જોકે ગયા વર્ષ જેવી મંદી આવે તેવા પણ કોઈ સંજોગો દેખાતા નથી. હાલ વૈશ્વિક બજારમાં મોટી તેજી ચાલી રહી છે, જેને પગલે નિકાસકારોની પડતર ટૂંકાગાળામાં આવી જાય તેવી પણ ધારણાં છે.
વૈશ્વિક બજારમાં ઘઉંનો વાયદો ૨૦૧૪ બાદ પ્રથમવાર ૭ ડોલરની ઉપર પહોંચ્યાં છે. જુલાઈ ઘઉં વાયદો ૩૫ સેન્ટ વધીને સીધો ૭.૧૦ ડોલરની સપાટી પર પહોંચ્યો હતો. બ્રાઝીલમાં સુકુ વાતાવરણ અને અમેરિકામાં પણ પ્રતિકૂળ હવામાનની સ્થિતિને કારણે આગામી પાક ઓછો આવે તેવી સંભાવના છે. ઉત્તર અમેરિકામાં પણ ઘઉંના પાક માટે ખૂબ જ પ્રતિકૂળ હવામાન છે. બીજી તરફ પોલ્ટી - ફીડ સેકટરની મકાઈમાં મોટી માંગ નીકળી રહી છે, જેને પગલે ઘઉંના ભાવ પણ ઊંચકાશે. ટ્રેડરો કહે છેકે ચીને ફ્રાંસનાં આશરે પ૦ લાખ ટન ઘઉંની ખરીદી કરી છે અને જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં ડિલીવરીની શરતે અત્યારથી વેપારો કે વાટાઘાટો કરી લીધી હોવાનું સંભળાય છે, જે આગળ ઘઉંની બજારમાં મોટી તેજીનાં સંકેત આપે છે.
આ પણ વાંચો: ડુંગળીની બજારમાં તેજી કે મંદી? બીજી માર્કેટ યાર્ડો ક્યારે ખુલશે? ભાવ વધશે કે ઘટશે? જાણો આજનાં બજાર ભાવ
હરિયાણામાં કર્નલમાં ખેડૂતો પાસેથી ઘઉંની અ પૂરતી ખરીદીને કારણે ખેડૂતોએ દેખાવો કર્યો હતો. ઘઉંની ખરીદી માટે ગેટ પાસ નીકળી ગયા હોવા છત્તા ઘઉંની સમયસર ખરીદી થતી નથી. ઘઉંની ખરીદી માટે હવે નવા પાસ ઈશ્યૂ કરવાનાં પણ બંધ કર્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષે ઘઉંની ટેકાનાં ભાવથી ખરીદી ગત વર્ષની તુલનાએ વહેલી અને ઝડપથી ચાલે છે, પંરતુ આ ખરીદી માત્ર પંજાબ-હરિયાણા સહિતનાં બે-ત્રણ રાજ્યોમાં જ પૂરજોશમાં ચાલે છે. દેશમાં ઘઉંની કુલ ખરીદી ૧૫૦ લાખ ટનની નજીક પહોંચી છે. સરકારે ચાલુ વર્ષે ૪૨૭ લાખ ટનની ખરીદીનો લક્ષ્યાંક રાખ્યો છે.
તા. ૨૬/૦૪/૨૦૨૧ ને સોમવારે લોકવન ઘઉંના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
થરા | 305 | 344 |
ખંભાત | 330 | 405 |
ધનસૂરા | 310 | 340 |
કપડગંજ | 325 | 340 |
તા. ૨૬/૦૪/૨૦૨૧ ને સોમવારે ટુકડા ઘઉંના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કોડીનાર | 300 | 372 |
ખંભાત | 325 | 340 |