સોનાના ભાવમાં લગાતાર ઘટાડો, આજે ફરીથી મોટો કડાકો, હવે ખાલી આટલામાં જ એક તોલું મળશે

સોનાના ભાવમાં લગાતાર ઘટાડો, આજે ફરીથી મોટો કડાકો, હવે ખાલી આટલામાં જ એક તોલું મળશે

Gold Silver Price: મંગળવારે સોનાના ભાવમાં ઘટાડો થયો. ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ અનુસાર, 7 મે મંગળવારે સાંજે 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 71668 રૂપિયા પર બંધ થઈ, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂપિયા 81661 પર બંધ થયો. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 65648 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આજે આ ભાવમાં પણ ઘટાડો થયો છે.

આજે સોના અને ચાંદીના ભાવ

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (ibjarates.com) ની વેબસાઈટ અનુસાર, સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. કિંમત નીચે મુજબ છે

સોનું-શુદ્ધતા-ભાવ
સોનું-999-71668
સોનું-995-71381
સોનું-916-65648
સોનું-750-53751
સોનું-585-41926
ચાંદી-999-81661

અમદાવાદમાં વાત કરીએ તો 22 કેરેટ સોનાનો ભાવ 66,410 છે. તો વળી 24 કેરેટ સોનાનો ભાવ 72,440 અને 18 કેરેટ સોનાનો ભાવ 54,340 રૂપિયા થઈ ગયો છે.

તમારી જ્વેલરીનો અંતિમ દર {સોનાની કિંમત X (ગ્રામમાં વજન)} + મેકિંગ ચાર્જ + 3% GST + હોલમાર્કિંગ ફી + રત્ન ઉમેરીને નક્કી કરવામાં આવે છે. જ્વેલર્સ ગ્રામ અથવા ટકા દીઠ મેકિંગ ચાર્જ લે છે. કેટલાક ઝવેરીઓ આ બેનું મિશ્રણ ચાર્જ કરે છે.

જ્વેલર્સ સોનાની કિંમતના 1% મેકિંગ ચાર્જ તરીકે લે છે. ઉદાહરણ તરીકે, જો સોનાની કિંમત 68,000 રૂપિયા છે તો મેકિંગ ચાર્જ 680 રૂપિયા થશે. GST વિશે વાત કરીએ તો, સોનાના દાગીનાની કુલ કિંમત (મેકિંગ ચાર્જ સહિત) પર GST વસૂલવામાં આવે છે.