Top Stories
khissu

બે લો-પ્રેશર અને એક સિસ્ટમ ગુજરાતમાં ભુક્કા કાઢશે, જાણો કઈ તારીખથી?

નમસ્તે ખેડૂત ભાઈઓ, ચોમાસાનાં રંગમાં રંગાવા તૈયાર છો ને? તમારી આતુરતાનો અંત આવી ચૂક્યો છે. આવતી કાલથી વાતાવરણમાં બદલાવ આવશે. આવનાર બે ત્રણ દિવસમાં ભાવનગર, બોટાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લો અને જિલ્લા આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં સુધારો જોવા મળશે. વાદળછાયા વાતાવરણ વચ્ચે એ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી પણ શક્યતાઓ રહેશે. જોકે હાલમાં વાતાવરણમાં દિવસ અને રાત્રિ દરમિયાન ફેરફાર જોવા મળશે પરંતુ ત્યાર બાદ ગુજરાતનાં વાતાવરણમાં ભારે પલટો આવશે અને સારો વરસાદ જોવાં મળશે.

ગુજરાતમાં ૮-૯ જુલાઇ પછી ઠંડસ્ટ્રોમનો વરસાદ ચાલુ થઈ શકે છે. જેમાં છૂટા છવાયા વિસ્તારોમાં બપોર બાદ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડે તેવા સંજોગો ઉભા થઈ રહ્યા છે. જે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીનો લાભ દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને મળશે. ત્યાર પછી 10-12 જુલાઈથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની શરૂઆત થશે. ત્યાર પછી ધીમે ધીમે વરસાદમાં વધારો થશે.

તોફાની વરસાદ ક્યારે? કેટલી સિસ્ટમ? ગુજરાતને કેટલી અસર? 
12 જુલાઈ આસપાસ બંગાળની ખાડી માં એક લો-પ્રેસર બનશે અને ત્યાર પછી વેધર ચાર્ટો એવું જણાવી રહ્યા છે કે ૧૮ જુલાઈ આજુબાજુ પણ બંગાળની ખાડીમાં બીજું લો પ્રેશર બનશે. આ બંને લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતને થઈ શકે છે. (ભેજવાળા પવનો-ટ્રફ-ઘેરાવો વગેરે થી) 

15 જુલાઈ આસપાસ વધુ એક સાઈક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતની નજીક બનશે જે ગુજરાતમાં ભારે અને તોફાની વરસાદ આપશે. 15 જુલાઈથી 22 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક અને સારા વરસાદનો રાઉન્ડ જોવા મળશે. એટલે કે આવનાર દિવસોમાં વરસાદ નો રાઉન્ડ મોટો જોવા મળશે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસુ નિષ્ક્રિય બની ચૂકયું છે પરંતુ હવે આવનારા દિવસોમાં સારો વરસાદ થાય એવા સંકેતો મળી રહ્યા છે. ચોમાસાની સિઝન હોવાને કારણે વાતાવરણ બદલતા વાર નથી લાગતી અને પ્રબળ પરિબળો માત્ર એક જ દિવસમાં બની જતા હોય છે અને આગાહી કરતાં ઘણી વખત વહેલો પણ જોવા મળી જતો હોય છે.

વેધર ફોરકાસ્ટની આગાહી સાથે ગુજરાતના અંબાલાલ પટેલે પણ 13 જુલાઈ પછી સારા વરસાદના સંકેતો આપ્યા છે. સાથે પુનર્વસુ અને પુષ્પ નક્ષત્ર પણ આગાહીનાં દિવસોમાં જોવા મળશે. જે નક્ષત્રમાં પણ પવન સાથે સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે. આ વર્ષે અખાત્રીજના પવન પરથી વરસાદના અનુમાન મુજબ પુનર્વસુ નક્ષત્રમાં સારો વરસાદ થશે. 

જો પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ પડે તો એમના પછીના પુષ્ય નક્ષત્રમાં વરસાદ અચૂક પડતો જ હોય છે. એટલે કે 5જુલાઈથી 5 ઓગસ્ટ સુધી આ બે નક્ષત્રમાં જોરદાર પડશે તેવું અનુમાન જ્યોતિષ શાસ્ત્રીઓનું છે. 5 જુલાઈથી ૧૯ જુલાઈ દરમિયાન પુનર્વસુ નક્ષત્ર જોવા મળશે. ૧૯ જુલાઈથી પછી પુષ્પનક્ષત્ર નક્ષત્રની શરૂઆત થશે. 

બે નક્ષત્રો વિશે બોલતાં વાક્યો :

"પુનર્વસુ ને પુષ્પ, બેય ભાયલા, 
વરસા તો વરસા, વાયલા તો વાયલા"

નોંધ:- વરસાદ અને વાવાઝોડા ની ઓફીસીઅલ માહિતી માટે હવામાન વિભાગને અનુસરવું, આ અમારું પોતાનું અનુમાન છે. ચોમાંસુ હોવાથી અને કુદરતી પરિબળો ને કારણે આગાહી માં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે.