કેન્દ્રીય નાણાંમંત્રાલયનો નિર્ણય : પેટ્રોલ-ડિઝલ અને એલપીજીના ભાવોમાં થશે ઘટાડો, જાણો કેવી રીતે ?

કેન્દ્રીય નાણાંમંત્રાલયનો નિર્ણય : પેટ્રોલ-ડિઝલ અને એલપીજીના ભાવોમાં થશે ઘટાડો, જાણો કેવી રીતે ?

હાલ દેશમાં મોંઘવારીનો માહોલ ચાલી રહ્યો છે એકથી એક ચીજ વસ્તુઓ મોંઘી થતી જાય છે જેવી રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે હવે જો તેને ઘટાડવામાં આવે તો પણ કરી કરી ને કેટલો ઘટાડો કરી શકે, પેટ્રોલ ડીઝલના ભાવ એટલા બધા વધી ગયા છે કે રાજ્ય સરકાર જો પેટ્રોલ પર લાગતો વેટ ઘટાડી દે તો પણ પેટ્રોલના ભાવ ૮૫ ઉપર તો રહેશે જ.

કેન્દ્ર સરકારનું નિવેદન : મિત્રો, સૌપ્રથમ તો આપણો દેશ બહારથી પેટ્રોલની આયાત કરે છે ત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં પેટ્રોલના ભાવે આપણો દેશ પેટ્રોલ ખરીદે છે. હવે આ પેટ્રોલ પર પહેલા તો કેન્દ્ર સરકાર ટેક્સ નાખે છે ત્યારબાદ અલગ અલગ રાજ્યોની રાજ્ય સરકાર તેના પર વેટ વસુલે છે અને વધુમાં કોઈ રાજ્યોમાં તો ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ લાગે છે.

જોકે કેન્દ્ર સરકારે કહી દીધું છે કે પેટ્રોલ ડિઝલ પર લગાવવામાં આવતા ટેક્સમાં ઘટાડો કરશે નહીં તેથી જો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે તો જ પેટ્રોલના ભાવ ઘટશે.

દેશની રાજધાનીમાં કાલની સરખામણીએ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા : દેશના પાટનગર દિલ્હીમાં કાલની સરખામણીએ આજે પેટ્રોલની કિંમત સ્થિર રહી છે જ્યારે ડીઝલની કિંમત પણ સ્થિર જોવા મળ્યો. જોકે કાલે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૧.૧૭ રૂપિયા હતી જ્યારે આજે પણ ભાવ ૯૧.૧૭ રૂપિયા જ રહ્યો છે. તેવી જ રીતે ડીઝલની કિંમત ૮૧.૪૭ રૂપિયા હતી જે આજે પણ ૮૧.૪૭ રૂપિયા રહી છે. 

તો બીજી બાજુ મુંબઈમાં તો દિલ્હી કરતા પણ પેટ્રોલનો ભાવ વધુ જોવા મળ્યો હતો. મુંબઇ માં પેટ્રોલની કિંમત ૯૭.૫૭ રુપિયા પ્રતિ લિટર રહ્યું જ્યારે ડિઝલ ૮૮.૬૦ રૂપિયા પ્રતિ લિટર થયું. જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું નિવેદન : કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ભારત રશિયા, કતાર અને કુવૈતની જેમ ઓઇલ કંપનીઓ પર પ્રોડક્શન વધારવા દબાણ કરી રહ્યું છે જેથી ક્રૂડ ઓઈલના ભાવ ઘટે અને પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થાય. તેમણે કહ્યું કે માર્ચ અથવા એપ્રિલના અંત સુધીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.

નાણાંમંત્રાલયે પેટ્રોલ-ડિઝલ પરની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય લીધો : સૂત્રોના જણાવ્યા મુજબ ભારતના નાણાંમંત્રાલયે કેટલાક રાજ્યો, તેલ કંપનીઓ અને પેટ્રોલિયમ મંત્રાલય સાથે આવક ઘટાડયા વિના ગ્રાહક પરનો ટેક્સનો બહાર ઘટાડવાનો સૌથી અસરકારક માર્ગ શોધવાનો નિર્ણય લીધો છે. જેમાં ભાવોને સ્થિર રાખી શકાય અને આ મુદ્દે માર્ચ મહિનામાં વિચાર કરશે.

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, સરકાર ટેક્સ ઘટાડા પહેલાં ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર થાય તેવું ઈચ્છે છે કેમકે સરકાર એકવાર ટેક્સમાં ફેરફાર કરશે ત્યારબાદ બીજી વાર ફેરફાર નહીં કરે જોકે ક્રૂડ ઓઈલના ભાવમાં હજી પણ વધારો થશે.