અષાઢી બીજ અને ભડલી વાક્ય દ્વારા બન્યાં અનોખા સંજોગ, અતિભારે વરસાદ આગાહી; જાણો ક્યાં?

અષાઢી બીજ અને ભડલી વાક્ય દ્વારા બન્યાં અનોખા સંજોગ, અતિભારે વરસાદ આગાહી; જાણો ક્યાં?

શુક્રવારી વાદળી, જો શનિસ્વર છાય, 
ભડલી તો એમ ભણે, વીણ વરસે ન વાજાં. 
એટલે કે શુક્રવારે જો આકાશમાં વાદળા બંધાય અને શનિવારના દિવસે આખો દિવસ છાંયડો રહે તો રવિવારે વરસાદ પડ્યા વગર રહેતો નથી એવું જુનું પુરાણુ પ્રખ્યાત ભડલી વાક્યો જણાવે છે. જે મુજબ શુક્રવારે અષાઢી બીજ છે જે સુકનવંતી બીજ ગણાય છે. અને આકાશમાં વાદળછાયુ વાતાવરણ પણ રહેશે, જ્યારે શનિવારે પણ આકાશ સ્વચ્છ ન બને તો રવિવારે વરસાદ આવશે, આવશે અને આવશે જ છે એવું ભડલી વાકય કહે છે.

આજે અષાઢી બીજ છે અને આજે વાદળછાયું હોવાને કારણે બીજના દર્શન કરવા દુર્લભ બનશે. પરંતુ ખેડૂતો માટે એક સારા સમાચાર છે કે વેધર ડેટા મુજબ આજથી વરસાદના વિસ્તારોમાં વધારો થશે અને આવનાર એક અઠવાડિયા સુધી સારો વરસાદ પડશે. જોકે હવામાન વિભાગે પણ આજની પાંચ દિવસ સુધી સારા વરસાદની આગાહી કરી છે. 

આજે રાત્રે અને આવતી કાલે ક્યાં-ક્યાં જીલ્લામાં જોરદાર વરસાદ?

ગત જણાવેલ આગાહી મુજબ છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારતીય અતિ ભારે વરસાદ પડ્યો છે. ગત રાત્રિના આઠથી સવારના આઠ સુધીમાં વરાછામાં 12 ઇંચ, કતાર ગામમાં 7.5 ઇંચ, રાંદેર ઉધના લિબાયતમાં 6 ઇંચ અને અઠવામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે આજે વહેલી સવારથી જ હજી ઘણાં વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. જોકે અગાઉ જણાવ્યા મુજબ આજથી વરસાદની માત્રા અને વિસ્તારોમાં ઉતરોતર વધારો થતો જશે.