આજે રાત્રે અને આવતી કાલે ક્યાં-ક્યાં જીલ્લામાં જોરદાર વરસાદ?

આજે રાત્રે અને આવતી કાલે ક્યાં-ક્યાં જીલ્લામાં જોરદાર વરસાદ?

છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતના વાતાવરણમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. આવતીકાલથી ધીમે ધીમે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર પણ વાતાવરણમાં બદલાવ થશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, વડોદરા, વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ઝાપટા સહિત અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા લાગુ વિસ્તારોમાં ઝાપટા પડી શકે છે, જ્યારે કચ્છમાં પણ વાતાવરણમાં મોટો ફેરફાર થશે. 

Wether મોડેલ મુજબ આગાહી: વેધર મોડલ મુજબ 2 થી લઇને 10 જુલાઈ વચ્ચે ગુજરાતના સંપૂર્ણ ભાગોમાં સારો વરસાદ પડી જાય તેવી શક્યતા છે. એક આગોતરા અનુમાન મુજબ 4 જુલાઈ આજુબાજુ બંગાળની ખાડીમાં એક UAC બનશે જે મધ્ય ભારત સુધી આવશે અને જેમને કારણે ગુજરાતનું વાતાવરણ પણ વધારે મજબૂત બનશે.

અષાઢી બીજ અને ભડલી વાક્ય દ્વારા બન્યાં અનોખા સંજોગ, અતિભારે વરસાદ આગાહી; જાણો ક્યાં?

હવામાન વિભાગની વેબસાઇટ અનુસાર 1 થી લઈને 30 જૂન વચ્ચે ૫૦ ટકાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. જૂન મહિનામાં જે વરસાદ પડવો જોઇએ તેમની કરતા ૫૪ ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સક્રિય બનતા ફરીથી સારા વરસાદ ની સંભાવના છે. 

આજે રાત્રે અને આવતી કાલે અતિ ભારે વરસાદ; જાણો કારણ અને જિલ્લા લિસ્ટ?