khissu

વર્ષોથી વૈજ્ઞાનિક મોડલ ઉપરથી આગાહી કરનાર વેધર એનાલિસ્ટ Ashok patelની સાત મોટી આગાહી આવી

વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે ગઈકાલે આગાહી કરતા જણાવ્યું હતું કે અંદબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું સ્થિર છે. આગળ વધવા દિવસો લઈ રહ્યું છે, કેરળમાં ચોમાસું થશે જે સાથો સાથ ગુજરાતમાં ચોમાસુ મોડુ પહોંચે તેવા સંકેતો.

1) અશોકભાઈ પટેલે 25 મેથી લઈને 31 મે વચ્ચે આગાહી કરતા જણાવ્યું હતું કે જનરલ પવનો પશ્ચિમના ફૂંકાશે છે.

2) 25થી 31મે વચ્ચે પવનની ઝડપ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

3) 28 મે પછી પવનની ઝડપમાં વધારો થશે અને પવનની ઝડપ 30 થી 40 km ની રહેશે.

4) આગાહીના દિવસો દરમિયાન ખાસ કરીને બપોર અને સાંજના સમયે પવનનું જોર વધુ રહેશે.

5) અરબી સમુદ્ર પરથી જડપી પવનો ઉત્તર ગુજરાત તરફ જતા હોવાને કારણે ઉપરના લેવલમાં અસ્થિરતા બનશે અને આ અસ્થિરતાને કારણે ગુજરાતમાં છુટા છવાયા વરસાદની સંભાવના છે.

6) આ અસ્થિરતાને કારણે કોસ્ટલ વિસ્તાર સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા એકલદોકલ વિસ્તારમાં વરસાદની આગાહી છે.

7) સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં શનિવાર સુધી પવનનું જોર યથાવત રહેશે.