હવામાન વિભાગની ઓફિસિયલ વેબસાઈટ મુજબ આવતીકાલે અરબી સમુદ્રમાં સામાન્ય લો-પ્રેશર ( વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ-અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન) સર્જાય તેવી શક્યતાઓ છે. જે આવનાર ૪૮ કલાકમાં વધારે મજબૂત બની અને ગુજરાત તરફ આવશે.
ગુજરાતમાં કઈ તારીખથી અસર?
30 નવેમ્બરથી ગુજરાતના અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાત નજીક આવતા માવઠાની શક્યતાઓ રહેલી છે. 30 તારીખથી 3 તારીખ વચ્ચે સામાન્ય, હળવા અને ભારે માવઠાની શક્યતાઓ જણાઈ રહી છે. સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો હળવો મધ્ય વરસાદ પડી શકે છે.
કઈ તારીખે વધારે શક્યતા?
મુખ્યત્વે વરસાદ નો રાઉન્ડ પહેલી ડિસેમ્બરથી ચાલુ થશે. પહેલી તારીખ પછી દક્ષિણ ગુજરાત લાગુ સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદ માટે એકલ દોકલ વિસ્તાર હોઈ શકે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ સહિત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્યથી હળવા વરસાદની શક્યતાઓ જણાઈ રહી છે. છેલ્લે જે માવઠું નોંધાયું હતું તેમનાં કરતા આ માવઠું મોટું હોય શકે છે. જોકે વધારે માહિતી આગળ જણાવતાં રહીશું.
ક્યાં ક્યાં જીલ્લામાં માવઠું અસર કરી શકે?
આવનાર દિવસોમાં જે વરસાદ પડશે તે સિસ્ટમ નો વરસાદ હશે, જે કોઈ ચોક્કસ વિસ્તારોમાં જોવા ન મળે છુટો-છવાયો વરસાદ જોવા મળશે. જે વિસ્તારોમાં વાદળોનું પ્રમાણ વધારે અને ભેજનું પ્રમાણ વધારે જોવા મળશે ત્યાં થોડો વધારે વરસાદ પડી શકે છે. જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં થોડી શક્યતાઓ વધારે ગણવી.
વધારે આગાહી: દિવાળી પછીથી હવામાનના આગાહીકારોએ આ ત્રીજી વખત આકાશ કમોસમી વરસાદથી ગોરંભાવાની આગાહી કરી છે. જેમા ડિસેમ્બરના પ્રારંભથી હવામાનમાં પલ્ટો આવી, માવઠું થવાની વાત છે. તા.7 થી તા.9, ડિસેમ્બર ઠંડીની પણ આગાહી છે. ઠંડીનો રાઉન્ડ તો માપે-મેળે હોય તો વેલકમ કરી શકાય, પરંતુ કમોસમી છાંટા-છૂટી થાય, એ ઉગીને સમાનમા થયેલ શિયાળું પાક માટે વસમી વેળા ઉભી કરી શકે છે. એની સાથે ખેતરોમાં ઉભેલ ખરીફ કપાસ, એરંડો, તુવેર અને અજમાના પાકમાં નુકશાન નોતરી શકે છે.
આગાહીઓ શું કહે છે? ડિસેમ્બરના પ્રારંભે બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થશે. તેનાથી ગુજરાત રાજ્યના અમુક ભાગોમાં માવઠાં થવાની શક્યતા હોવાનું કહેવાયું છે. નક્ષત્રોના આધારે પણ એવું કહેવાયું છે કે તા.29, નવેમ્બરે સૂર્ય-બુધની યુતિ થવાને લીધે હવાના હળવા દબાણ સર્જાય અને આ દબાણ દેશના દક્ષિણ- પૂર્વીય તટ પર અસરકર્તા રહી શકે છે. ડિસેમ્બરની શરૂઆતમાં થતાં ચક્રવાત દક્ષિણ ભારતામાં ભારે વરસાદ લાવતા હોય છે.
આ હવાના હળવા દબાણની અસરથી વાદળો લગભગ દેશના ઘણા ભાગોમાં આવી શકે છે. જેના લીધે દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ માવઠું થવાના એંધાણ જણાવાયા છે. વધુમાં ઉમેરાયું છે કે અમુક ભાગોમાં ભારે કમોસમી વરસાદ પણ થઇ શકે છે. ફરી હવામાનનો બગાડ 19 ડિસેમ્બર આસપાસ આવવાની એડવાન્સ આગાહી થઇ છે. છેલ્લે 22, ડિસેમ્બરની કાતિલ ઠંડીના રાઉન્ડ માટે ધાબળા- ધાબળીઓ સજાવી રાખવાની છે.
આવનાર દિવસોમાં વધારે માહિતી khissu માં જણાવતા રહીશું, માટે khissu ની aplication download કરી લેજો. નોંધ:- વાવાઝોડા અને વરસાદ બાબતે ભારતીય હવામાન વિભાગ (IMD) ની સુચના ને અનુસરવું